“હર ઘર તિરંગા” અભિયાનમાં ગુજરાતીઓ કેમના બાકી રહે ભાઇ ! કિંજલ દવે, જાનકી બોડીવાલા અને હિતુ કનોડિયા સહિત અનેક કલાકારોએ ફરકાવ્યો તિરંગો

ભારત આઝાદીના 75 વર્ષનો જશ્ન મનાવી રહ્યું છે. 15 ઓગસ્ટને લઇને હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે આજથી ‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત થઇ છે. સ્વાતંત્ર્ય દિવસને ખાસ બનાવવા માટે સરકાર ‘હર ઘર તિરંગા’ કેમ્પેન ચલાવી રહ્યું છે. ત્યારે આ અંતર્ગત આજથી લોકો ઘરે અને પ્રતિષ્ઠાનો પર તિરંગો ફરકાવશે. સરકારે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી15 ઓગસ્ટ સુધી તિરંગો ફરકાવવાની અપીલ કરી છે. ત્યારે નેતા, જનતા સહિત ઘણા સેલિબ્રિટીઓ પણ આ અભિયાનમાં જોડાયા છે.

ત્યારે બધા આ અભિયાનમાં જોડાતા હોય તો આપણે ગુજરાતીઓ કેમ બાકી રહી જઇએ. આપણે તો દરેક જગ્યાએ પહેલા નંબર પર હોઇએ. તો પછી હર ઘર તિરંગા અભિયાનમાં કેમના પાછળ રહી શકીએ. આ અભિયાનમાં ગુજરાતની જાણિતી સિંગર કિંજલ દવે પણ જોડાઇ છે. તેણે પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી લોકોને પણ અભિયાનમાં જોડાવવા પ્રેરિત કર્યા છે. તેણે તેની બે તસવીરો અને એક વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ પોસ્ટ શેર કરી તેણે કેપ્શનમાં લખ્યુ- હર ઘર તિરંગા, આવો આપણે સૌ મળીને આઝાદીના 75 વર્ષને એટલે કે આઝાદીના અમૃત મહોત્સવને ઉજવીએે અને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇએ. જે તસવીરો કિંજલ દવેએ શેર કરી હતી, તેમાં તે ડ્રેસમાં જોવા મળી રહી હતી. તે તિરંગા સાથે પોઝ પણ આપી રહી છે. આ દરમિયાન તેની સ્માઇલ પણ જોવાલાયક છે. કિંજલ દવે સિવાય ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા પણ આ અભિયાનમાં જોડાઇ છે.

તેણે પણ તિરંગા સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બ્લેક ટી શર્ટ અને પ્લાઝોમાં જોવા મળી રહી છે. તેની સાથે એક નાની છોકરી પણ જોવા મળી રહી છે, તે બંને સલામી આપતા કેમેરામાં પોઝ આપી રહ્યા છે. આ સિવાય લોકપ્રિય ગુજરાતી એક્ટર હિતુ કનોડિયા પણ આ અભિયાનમાં જોડાયા છે. તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે તિરંગા સાથે જોવા મળી રહ્યા છે.

આ વીડિયો પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યુ- ઘર ઘર ફરકે આજ તિરંગો, આઝાદીના અમૃતમહોત્સવના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે “હર ઘર ત્રિરંગા” અંતર્ગત ઘરે-ઘરે ત્રિરંગો લગાવવાનું આહવાન કરેલ છે, આવો આપણે સૌ ગૌરવ એવા ત્રિરંગાને ઘરે તથા દુકાન-ઓફિસ પર લહેરાવીએ. જાણીતા સિંગર જીગ્નેશ બારોટ પણ આ અભિયાનમાં જોડાયા છે.

તેમણે પણ તિરંગો લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લીધો છે. જણાવી દઇએ કે, 22 જુલાઈના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોને પોતાના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી હતી. વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યુ હતુ કે, આ અભિયાન તિરંગા સાથે જોડાણ ગાઢ બનાવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે 22 જુલાઈ 1947ના રોજ જ તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

પીએમ મોદી દ્વારા જ્યારે અભિયાનની જાહેરાત કરવામાં આવી તે બાદથી દેશમાં તિરંગાની માંગમાં ઘણો વધારો નોંધાયો છે. ‘હર ઘર તિરંગા અભિયાન’ની અસર પહેલાથી જ દેખાઈ રહી છે. લોકો પોતાના સોશિયલ મીડિયા ડીપી, પોતાના ઘરો કે ઓફિસોમાં તિરંગો લગાવી રહ્યા છે.

Shah Jina