ગુજરાતની આ પ્રખ્યાત ગાયિકાની કારમાં મળી લાશ, પતિએ કહ્યું… “કોઈ પાસે પૈસા લેવા માટે ગઈ હતી, પછી મળી લાશ” જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં અંગત અદાવતમાં તો કોઈ પારિવારિક ઝઘડામાં પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો ઘણીવાર લૂંટ માટે પણ કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે, ત્યારે હાલ એવા જ એક હત્યાનો મામલો ચર્ચાયો છે. જેમાં ગુજરાતની ખ્યાતનામ ગાયિકાની લાશ કારમાંથી મળી આવતા માહોલ ગરમાયો છે.

ગુજરાતની જાણીતી ગાયિકા વૈશાલી બલસારાનો મૃતદેહ કારમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે વૈશાલીનો મૃતદેહ નદીના કિનારે પાર્ક કરેલી કારમાં પડેલો મળી આવ્યો હતો. મામલો વલસાડ જિલ્લાના પારડી વિસ્તારનો છે. પોલીસ પૂછપરછ દરમિયાન વૈશાલીના પતિએ જણાવ્યું કે તે કોઈની પાસેથી પૈસા લેવા બહાર ગઈ હતી. ત્યારપછી જ્યારે તે લાંબા સમય સુધી ઘરે પરત ન ફરી ત્યારે તેણે પહેલા વૈશાલીને પોતે શોધવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ વૈશાલીના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી હતી.

પરંતુ ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યાના 24 કલાક બાદ જ વૈશાલીનું મોત નોંધાયું હતું. પોલીસે વૈશાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એવી આશંકા છે કે વૈશાલીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હશે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. વૈશાલી બલસારા વલસાડ વિસ્તારની જાણીતી ગાયિકા હતી. પોલીસે વૈશાલીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલી આપ્યો છે.

મૃતક વૈશાલી બલસારાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે હવે તપાસ શરૂ કરી છે. પોલીસ વૈશાલીના પરિવારના સભ્યો અને તમામ મિત્રોની પૂછપરછ કરી રહી છે. આ સાથે જ પોલીસે મહિલા ગાયિકાના ઘરથી હત્યાના સ્થળ સુધીના રસ્તાના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વિસની પણ તપાસ શરૂ કરી છે. હત્યાના આ બનાવની તપાસ માટે પોલીસે અલગ-અલગ આઠ ટીમો પણ બનાવી છે.

Niraj Patel