અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી વેપારી સાથે બંદૂકની અણીએ થઇ લૂંટ, ટાર્ગેટ કરવામાં આવતા લોકોમાં ભભૂકી ઉઠ્યો રોષ

દિવસ રાત અમેરિકાના સપના જોનારા સાવધાન: અમેરિકામાં લૂંટાયો ગુજરાતી વેપારી, વિરાણી જ્વેલર્સમાં આવેલા લૂંટારૂઓએ જુઓ કેવી હાલત કરી નાખી…

વિદેશમાંથી ઘણીવાર કોઇ ગુજરાતી કે ભારતીયની હત્યાના કિસ્સા સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ ગુજરાતી વેપારીને ત્યાં વિદેશમાં લૂંટ થઇ હોવાનું પણ માલૂમ પડતુ હોય છે. ત્યારે હાલ આવા જ એખ સમાચાર અમેરિકાના ન્યુજર્સીમાંથી સામે આવ્યા છે, જેમાં એક ગુજરાતી વેપારીની જ્વેલર્સ દુકાનમાં લૂંટારૂઓ ધસી આવ્યા હતા અને બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. સમગ્ર મામલની જાણ થતા જ પોલિસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતી વેપારીને ટાર્ગેટ કરવામાં આવતા લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે. જણાવી દઇએ કે, આ પહેલા પણ ઘણા વેપારીઓને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જે જ્વેલર્સમાં લૂંટ કરવામાં આવી હતી, તે શો રૂમનું નામ વિરાણી જ્વેલર્સ છે અને ઘટના 10 જૂનના રોજ બની હતી. લૂંટારૂઓએ તેમના ચહેરા ઢાંકેલા હતા અને તેને કારણે તેમની ઓળખ થવી મુશ્કેલ છે. જો કે, આ લૂંટ દરમિયાન કોઇ કર્મચારીઓને નુકશાન પહોંચ્યુ ન હતુ.

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શો રૂમનો એક કર્મચારી અંદર આવે છે ત્યારે 8-9 લોકો હથિયાર સાથે શો રૂમમાં ઘૂસી જાય છે. એક લૂંટારૂ તો શો રૂમના દરવાજા પાસે જ ઊભો રહે છે. બાકીના ચોરો અંદર આવી જમીન પર ઊંધા સૂઇ જવાનું કહે છે. તેઓ ગણતરીની મિનિટોમાં જ શો-કેસ તોડી ઘરેણા લૂંટી લે છે અને રોકડ પણ ચોરી લે છે. તેઓએ કોઇને નુકશાન પહોંચાડ્યુ નહિ પરંતુ તેઓએ બધાને ડરાવવા ગોળી જરૂર ચલાવી હતી. લૂંટારૂઓની લૂંટ બાદ આ ઘટના વિશે પોલિસને માહિતી આપવામાં આવી હતી.

વીડિયોમાં હિન્દી અને ગુજરાતીમાં કર્મચારીઓ વાત કરતા સંભળાય છે અને તેનાથી અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આ શો રૂમ કોઇ ભારતીયનો છે. જો કે, આ મામલે હવે સ્થાનિક પોલિસ તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાંથી ગોળીબારીની ઘટના સામે આવી રહી છે. કેટલાક દિવસો પહેલા ન્યૂ ઓરલિયન્સમાં એક હાઇ સ્કૂલ ગ્રેજ્યુએશન સેરેમનીમાં ગોળીબારી બાદ એક વૃદ્ધ મહિલાનું મોત થઇ ગયુ હતુ અને બે લોકો ઘાયલ થયા હતા.

આ પહેલા ટેક્સાસની એક સ્કૂલમાં થયેલ ગોળીબારીમાં 19 સ્ટુડન્ટ્સ સહિત 2 ટીચર્સનું પણ મોત થઇ ગયુ હતુ. તે બાદ ફિલાડેલ્ફિયા શહેરમાંથી ગોળીબારીની ઘટના સામે આવી. મોડી રાત્રે થયેલ આ ગોળીબારમાં 3 લોકોના મોત થયા હતા. તેમાંથી એક મહિલા અને બે પુરુષ હતા. હોસ્પિટલ લઇ જવા દરમિયાન તેમની મોત થઇ હતી. આ ઘટનામાં 11 લોકો ઘાયલ પણ થયા હતા. ફિલાડેલ્ફિયા પોલિસ અનુસાર, સાઉથ સ્ટ્રીટમાં સેંકડો લોકો વીકેન્ડ એન્જોય કરી રહ્યા હતા અને આ દરમિયાન જ હુમલાખોરે ભીડ પર ફાયરિંગ કર્યુ.

Shah Jina