ફ્રેન્ડો, રતનપુર, વર પધરાવો સાવધાન જેવી અનેક ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપી ચૂકેલા એક્ટર તુષાર સાધુની આ વર્ષની પહેલી ફિલ્મ 21 માર્ચે થિયેટરોમાં રીલિઝ થઇ. આ ફિલ્મનું નામ છે ‘જીજા સાલા જીજા.’ આ ફિલ્મ કેવી છે ? શું તમારી ટિકિટના પૈસા વસુલ થશે કે પડી જશે ? ચાલો તમને જણાવીએ વીગતવાર રીવ્યુ.
“જીજા સાલા જીજા” એ એક મજેદાર અને સંવેદનશીલ કોમેડી ફિલ્મ છે, આ ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવશે, અને તે એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે.ફિલ્મમાં તુષાર સાધુ, રાગી જાની, કુશલ મિસ્ત્રી, જય પંડયા, અતુલ પ્રજાપતિ, ક્રિના પાઠક અને ખુશ્બુ ત્રિવેદી સહિત દીપેન રાવલ, કોમલ પંચાલ, અતુલ પ્રજાપતિ, પાર્થ પરમાર પણ છે.
‘જીજા સાલા જીજા’ ફિલ્મમાં એક સાળા અને બે જીજાની કહાની છે, જે સાથે મળીને શેર માર્કેટમાં નફાની લાલચમાં પ્રવેશ કરે છે, પણ પરિણામ જે આવે છે તેને કારણે ફિલ્મ મનોરંજક અને કન્ટ્રોવર્સિયલ બની જાય છે.ફિલ્મના લેખક અને દિગ્દર્શક વિપુલ શર્મા છે, જેમણે અગાઉ ‘કેમ છો?’, ‘વર પધરાવો સાવધાન’, ‘રતનપુર’ અને ‘ફ્રેન્ડો’ જેવી લોકપ્રિય ફિલ્મો આપી છે.
ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર્સ પ્રીતમ શુક્લ અને પાર્થ ભરત ઠક્કર છે, જેમણે ફિલ્મમાં રાકેશ બારોટ દ્વારા ગવાયેલું પોપ્યુલર ગીત “હોકલીયો” આપ્યું છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે.આ ફિલ્મ 21 માર્ચ 2025ના રોજ ગુજરાતભરના થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મની કહાનીની વાત કરીએ તો બન્ની (કુશલ મિસ્ત્રી) એ રાજ (તુષાર સાધુ) નો સાળો છે અને તુષાર સાધુ એ પ્રોફેસર ઝૂરમીટિયા (રાગી જાની) નો સાળો છે.
ત્રણેયની બોન્ડિંગ ફિલ્મમાં જોરદાર બતાવી છે. ત્રણેય જીજા-સાળા કરતા વધારે મિત્રો છે પણ અચાનક એક દિવસ ત્રણેયના ભાગમાં શેરમાર્કેટમાં રોકેલા રૂપિયાનો મોટો લોસ આવે છે અને આ કવર કરવા માટે તે અવનવા કાંડ કરે છે.આ ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવશે. આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક છે, એટલે કે આખા પરિવાર સાથે બેસી તમે આ ફિલ્મ જોઈ શકો છો.
આ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર આવતા જ છવાઇ ગયુ હતુ, જ્યારે આ ફિલ્મનું રાકેશ બારોટ દ્વારા ગવાયેલુ ગીત હોકલિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં છે.આ ફિલ્મના નિર્માત કૃપા સોની તથા સંજય સોની છે અને બેનર વ્રજ ફિલ્મસ, ઝીલ પ્રોડક્શન અને માસુમ ફિલ્મ્સ છે.
જણાવી દઇએ કે, વ્રજ ફિલ્મસની થોડા સમય પહેલા બ્લોકબસ્ટર ફિલ્મ ‘હાહાકાર’ આવી હતી, જેણે ગુજરાતીઓનું ઘણુ મનોરંજન કર્યુ હતુ. આ ફિલ્મ તમારા પરિવાર સાથે તમે જોવા જઇ શકો છે, કોમેડી ફિલ્મ છે અને એકવાર જોવી તો બને જ છે.
View this post on Instagram