...
   

વધુ એક ગુજરાતીનું વિદેશમાં મોત : પરિવાર સાથે બોટિંગ કરતા પટેલ વ્યક્તિનું તળાવમાં ડૂબી જતા મોત

સ્વર્ગ જેવા અમેરિકાના પોલ્ક સિટીના તળાવમાં ડૂબી જતા ગુજરાતીનું મૃત્યુ, આ વસ્તુ કરવા ગયા ને મળ્યું મોત

Gujarati Man Died : વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં મૂળ અમદાવાદના વતની અને અમેરિકાના લોવા સ્ટેટમાં અર્બનડેલમાં પરિવાર સાથે સ્થાયી થયેલા 42 વર્ષીય કલ્પેશ પટેલનું મોત થયાની ઘટના સામે આવી છે.

તેઓનું મોત પોલ્ટ સીટીમાં આવેલા સેલોરવીલ તળાવમાં ડુબી જતા થયુ હોવાનું કહેવાય છે. કલ્પેશ પટેલ પરિવાર સાથે બોટમાં હતા અને ત્યારે જ આ ઘટના બની હતી. હાલ તો તેમણે લાઇફ જેકેટ પહેર્યું હતું કે નહી તે અંગે કોઇ સ્પષ્ટતા નથી થઇ.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકાના લોવા સ્ટેટના અર્બનડેલ સીટીમાં પરિવાર સાથે રહેતા મૂળ અમદાવાદના કલ્પેશ પટેલ સોમવારે સાજે પોલ્ક સીટીમાં આવેલા સેલોરવીલ તળાવમાં પરિવાર સાથે બોટીંગ કરતા હતા. આ દરમિયાન જ તેઓ પાણીમાં ડુબીમાં ગયા અને તે બાદ કંટ્રોલ રૂમના 911 પર કોલ કરવામાં આવ્યો.

જો કે, રેસક્યુ ટીમે આવી તપાસ કરતા તળાવ ખુબ વિશાળ હોવાને કારણે પહેલા દિવસે કંઇ હાથ ના લાગ્યુ. જો કે, બીજા દિવસે પણ રેસક્યુ ઓપરેશન હાથ ધરાયું અને સવારે દસ વાગ્યા આસપાસ કલ્પેશ પટેલનો મૃતદેહ મળી આવ્યો. કલ્પેશ પટેલ પાણીમાં આકસ્મિક રીતે પડી ગયા અને તળામાં ડૂબી જવાને કારણે તેમનું મોત થયુ.

જો કે હાલ તો તેમણે લાઇફ જેકેટ પહેર્યું હતું કે નહી ? તે અંગે માહિતી મળી શકી નથી. અહેવાલ અનુસાર, કલ્પેશ પટેલ મુળ અમદાવાદના સરસપુરના વતની છે અને તેમના પત્ની મુળ નારણપુરાના વતની છે. પરિવારમાં 14 વર્ષનો પુત્ર અને 9 વર્ષની પુત્રી છે.

Shah Jina