ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવી આજે ખુબ જ દુઃખદ ખબર, નાની ઉંમરે અભિનેત્રીનું થયું નિધન, ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખદ ખબર સામે આવી રહી છે. ઘણા બધા કલાકારો આપણી વચ્ચેથી હંમેશને માટે ચાલ્યા ગયા છે, ત્યારે હાલ વધુ એક ખબર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવી રહી છે, જેમાં ખુબ જ જાણીતા અભિનેત્રી હેપ્પી ભાવસાર નાયકનું નિધન થતા જ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

હેપ્પી ભાવસારની ઉંમર માત્ર 45 વર્ષની જ હતી અને આટલી નાની ઉંમરમાં આ રીતે તેમનું નિધન થવું ખુબ જ દુઃખ દાયક છે. રિપોર્ટ અનુસાર અભિનેત્રીને ફેફસાના કેન્સરની બીમારી હતી અને આ બીમારીએ જ તેમનો ભોગ લઇ લીધો. થોડા સમય પહેલા જ તેમના ઘરમાં  ખુશીઓ પણ આવી હતી. તેમને અઢી મહિના પહેલા જ ટ્વીન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો.

થોડા સમય પહેલા તેમને પોતાના સીમંતની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. ત્યારે બંને દીકરીઓના માથેથી હવે માતાનો પડછાયો ચાલ્યો ગયો છે. તેમના નિધન ઉપર ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોએ તેમના નિધન ઉપર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. હેપ્પીએ ગુજરાતી સિનેમાના ખ્યાતનામ અભિનેતા મૌલિક નાયક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને બે જોડિયા  દીકરીઓ ક્રિષ્ના અને ક્રિષન્વી છે.

હેપ્પી ભાવસારે  ફિલ્મ ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી તેણે ખુબ સરસ ફિલ્મોમાં રોલ નિભાવ્યો છે. હેપી શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર અદા કરી તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ ગઇ હતી. અભિનેત્રીએ ગુજરાતી નાટકોમાં પણ તેણે ઉત્તમ કામ કર્યું છે. તેણે રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક ‘પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો કરી ચૂક્યા છે.

નામ પ્રમાણે અભિનેત્રી ખુશમિજાજ રહેતા, હસ્તા અને હસાવતા રહેતા હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો હતો. અભિનેત્રીએ સ્કૂલનો અભ્યાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી કર્યો છે. રસપ્રદ વાત એ છે કે ગુજરાતી અભિનેત્રીને આર્ટ્સમાં રસ હતો, તેમ છતાંય ફ્રેન્ડઝ સાથે રહેવા માટે તેમણે 11-12નો અભ્યાસ કોમર્સમાં કર્યો. જો કે આખરે પિતાના સમજાવ્યા બાદ તેમણે ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ ‘શ્યામલી’થી કર્યું હતું. પછી અભિનેત્રીએ ‘મારા સાજણજી’, ‘મારી પાનખર ભીંજાઈ’ જેવી અનેક સિરિયલોમાં રોલ નિભાવ્યો હતો. ટીવી શો અને નાટકો બાદ ગુજરાતી અભિનેત્રીએ વિજયગિરી બાવાની ફિલ્મ ‘પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર’ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું.

Niraj Patel