‘વોન્ટેડ ગર્લ’ બની આ ગુજરાતી એક્ટ્રેસે ઇન્ડસ્ટ્રીમાં મચાવ્યો તહેલકો, પછી ધારાસભ્યની વહુ બની…આજે છે કરોડોની સંપત્તિની માલકિન

આ સુંદર અભિનેત્રીએ ધારાસભ્યની વહુ બન્યા બાદ બદલ્યો ધર્મ, બિઝનેસમેન સાથે કર્યા લગ્ન, કરિયરને બતાવ્યો ઠેંગો અને બની ગઇ કરોડોની માલકિન

‘વોન્ટેડ ગર્લ’ આયેશા ટાકિયા 10મી એપ્રિલે પોતાનો 38મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. જણાવી દઈએ કે આયેશા હવે ફિલ્મોમાં કામ નથી કરતી. તે ફિલ્મોથી દૂર રહેવાનું પસંદ કરે છે. ફિલ્મોની જેમ આયેશા ટાકિયાના અંગત જીવનની ખૂબ ચર્ચા થાય છે. આયેશા હિન્દુમાંથી ધર્મ પરિવર્તન કર્યો છે. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી અને એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા. 10 એપ્રિલ 1986ના રોજ બોમ્બેમાં જન્મેલી આયેશાનો ઉછેર મિશ્ર સાંસ્કૃતિક વાતાવરણમાં થયો હતો કારણ કે આયેશાના પિતા ગુજરાતી હિંદુ હતા અને માતા એંગ્લો-ઈન્ડિયન હતી.

આયેશા ફિલ્મોમાં એક્ટિવ નથી પરંતુ તે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તે કહે છે કે હવે તેને લાઈમલાઈટથી દૂર રહેવું ગમે છે. આ સાથે તે ક્યારેય પણ ફિલ્મોમાં આવવાનું પસંદ નહીં કરે. આયેશા બાળપણથી જ ખૂબ જ સુંદર લાગતી અને આવી સ્થિતિમાં તેના માટે ફિલ્મોમાં દેખાવું થોડું સરળ હતું. આયેશા ટાકિયાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 2004માં એક્શન થ્રિલર ‘ટાર્ઝનઃ ધ વન્ડર કાર’થી કરી હતી. આ પછી તેણે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એવોર્ડ અને આઈફા એવોર્ડ સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર ફીમેલ જીત્યો.

આ પછી તે ‘સોચા ના થા (2005)’, ‘સલામ-એ-ઇશ્ક’ (2007), ‘વોન્ટેડ’ (2009) અને ‘પાઠશાલા’ (2010) સહિત ઘણી સફળ ફિલ્મોમાં જોવા મળી. સલમાન ખાનની ફિલ્મ ‘વોન્ટેડ’ (2009) બાદ તો તે વોન્ટેડ ગર્લ તરીકે ઓળખાવા લાગી હતી. જણાવી દઈએ કે આયેશા 2004 થી 2011 સુધી ફિલ્મોમાં એક્ટિવ હતી. આયેશાએ 7 વર્ષમાં કુલ 21 ફિલ્મોમાં કામ કર્યું.

જો કે તેની ઘણી ફિલ્મો ફ્લોપ રહી અને આવી સ્થિતિમાં તેનો ફિલ્મી કરિયરનો ગ્રાફ નોંધપાત્ર રીતે નીચે આવવા લાગ્યો. ત્યારે આ બધુ છોડી તેણે ઘર વસાવવાની યોજના બનાવી. સમાજવાદી પાર્ટીના નેતા અબ્બુ આઝમીના બિઝનેસમેન પુત્ર ફરહાન આઝમી સાથે તેણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ફરહાન આઝમી અને આયશાએ લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2009માં લગ્ન કરવાનો નિર્ણય લીધો.

આ લગ્ન માટે આયેશાએ હિંદુમાંથી ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ આયેશા ટાકિયાથી બદલીને આયશા આઝમી રાખ્યું. જ્યારે આયેશાએ ફરહાન સાથે લગ્ન કર્યા ત્યારે તે માત્ર 23 વર્ષની હતી. આયેશા ટાકિયા વિશે એવું કહેવાય છે કે તેની ફ્લોપ કારકિર્દીને ધ્યાનમાં રાખીને તેણે તેના જીવનનો સૌથી મોટો નિર્ણય લીધો અને ફિલ્મોને અલવિદા કહી દીધું. આયેશા ધારાસભ્ય અબુ આસીમ આઝમીની વહુ છે. ટૂંકા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર આયેશા ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.

આયેશા અને ફરહાન એક પુત્રના પેરેન્ટ્સ છે. ફરહાન એક બિઝનેસમેન છે, જે હોટલ અને રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે જોડાયેલ છે. આ સિવાય ફરહાનને રાજનીતિમાં ઘણો રસ છે. આયેશાના સસરાની વાત કરીએ તો તેમની ગણતરી મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાં થાય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેમની પાસે 142 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે તેમના પુત્ર ફરહાનની કુલ સંપત્તિ 72 કરોડ રૂપિયાથી વધુ છે.

Shah Jina