રાતોરાત વાયરલ થઇ ગયો ગુજરાત ટાઈટન્સનો આ છોટુ ફેન, ટી શર્ટ ઉતારી સ્ટેડિયમમાં કર્યો જોરદાર ડાંસ- જુઓ વીડિયો

ગુજરાત ટાઇટન્સના આ નાનકડા ફેને સ્ટેડિયમમાં ઉતારી ટી શર્ટ અને કરવા લાગ્યો ડાંસ…લોકોને યાદ આવ્યો આ ફેમસ મીમ

IPL 2024માં ગુજરાત ટાઇટન્સ સારું પ્રદર્શન કરી રહી છે. આ વખતે 2022માં ટાઈટલ જીતનારી ટીમ શુભમન ગિલની કેપ્ટન્સીમાં રમી રહી છે. ગિલ પહેલા હાર્દિક પંડ્યા કેપ્ટન હતો, જે ગયા વર્ષે નવેમ્બરમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાયો હતો અને તેને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જણાવી દઇએ કે, હાર્દિકની કપ્તાનીમાં ગુજરાતની ટીમ 2022માં તેના પહેલા જ સિઝનમાં ચેમ્પિયન બની હતી અને બીજા વર્ષે ટીમ ફાઇનલ સુધી પહોંચી રનર અપ રહી હતી.

શુભમનની કપ્તાનીમાં ટીમે 3માંથી 2 મેચ જીતી છે. ગુજરાતને એક હાર ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મળી છે. ગુજરાતે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવી હતી. IPLમાં માત્ર 2 સિઝન રમી હોવા છતાં, ગુજરાત ટાઇટન્સે વિશ્વભરમાં એક વિશાળ ફેન બેઝ બનાવ્યો છે. તેના ફેન્ડમનું શ્રેષ્ઠ ઉદાહરણ એક વીડિયોમાં જોવા મળ્યું, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે આ વાયરલ ફૂટેજ સનરાઇઝર્સ સામેની મેચની છે. વીડિયોમાં ગુજરાત ટાઇટન્સનો એક નાનકડો ફેન સીટ પર ઊભો થઇ જીતની ઉજવણી કરતો જોવા મળે છે. તે એટલો ઉત્સાહિત થઈ ગયો હતો કે તેણે ડાન્સ કરતી વખતે પોતાની ટી-શર્ટ પણ કાઢી હવામાં ઉડાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ત્યારે સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનની તુલના ફૂટબોલ મેચના વાયરલ મીમ સાથે કરવામાં આવી રહી છે. એક નાનકડા ફેને ફૂટબોલ મેચમાં પોતાની ટીમ માટે આવો જ ડાન્સ કર્યો હતો. ગુજરાત ટાઇટન્સના આ નાનકડા ફેનના વીડિયોને નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને સતત શેર કરી રહ્યા છે.

Shah Jina