ખુશખબરી: ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઉગાડ્યુ અધધધ મોંઘુ મશરૂમ, કેન્સરની સારવાર માટે કારગર

મોટી સફળતા : ગુજરાતના વૈજ્ઞાનિકોએ ઉગાડ્યુ આ મશરૂમ, ભાવ જાણીને આજે સુઈ નહિ શકો

ગુજરાતના વૈજ્ઞાનિકોએ એક મોટી સફળતા હાંસિલ કરી છે. તેમણે દુનિયાનુ સૌથી મોંઘુ મશરૂમ ઉગાડી લીધુ છે. Cordyceps Militaris નામનુ એક મશરૂમમાં એંટી ઓક્સિડેંટ, એંટી ડાયાબિટિક, કેંસર, મલેરિયા, થકાન, એચઆઇવી વગેરે રોગોના નિદાન માટે કારગર છે, તે શરીરમાં ટયૂમરના આકારને ઓછુ કરવામાં પણ મદદ કરે છે.

ગુજરાતના વૈજ્ઞાનિકોએ જે મશરૂમ ઉગાડ્યુ છે, તે ઘણુ મોંઘુ છે. આ મશરૂમની 1 કિલોની કિંમત અંદાજે 1.50 લાખ રૂપિયા લગાવવામાં આવે છે. કચ્છ સ્થિત ગુજરાત ઇંસ્ટીટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજીના વૈજ્ઞાનિકોએ વિશેષ મશરૂમ કોર્ડિસેપ્સ મિલિટરિસની ખેતી કરી નવી સફળતા હાંસિલ કરી છે.

સંસ્થાનના વૈજ્ઞાનિકોએ નિશ્ચિત તાપમાનમાં 35 જારમાં મશરૂમને 90 દિવસની અંદર તૈયાર કરી લીધુ છે. વિશેષ મશરૂમનો ઉપયોગ દવાઓમાં કરવામાં આવે છે. સ્તન કેંસરથી બચવા માટેની દવાઓમાં આનો ઉપયોગ થાય છે. ચીન અને તિબ્બત હર્બલ દવાઓમાં તેનો વધુ ઉપયોગ કરે છે.

સંસ્થાનના ડાયરેક્ટર વી વિજય કુમારે કહ્યુ કે, Cordyceps Militaris ને હિમાલયી સોનુ કહેવામાં આવે છે. તેમાં સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા છે. કદાચ જીવનશૈલી સાથે જોડાયેલી કેટલીક બીમારીને રોકી શકે છે. સંસ્થાનના આ મશરૂમને એંટીટયૂમર પહેલૂનુ અધ્યયન કર્યુ છે. શરૂઆતી તપાસમાં ખબર પડી કે, આ મશરૂમનો અર્ક મહત્વપૂર્ણ પરિણામ આપી શકે છે.

વૈજ્ઞાનિકોની યોજના છે કે તે ભારતીય પરિસ્થિતિમાં આ પ્રજાતિના કેંસર રોધી અને એંટી વાયરલ ગુણોની તપાસ કરે. બ્રેસ્ટ કેંસરની સારવારમાં તેના ઉપયોગી થયા બાદ તે સંસ્થાને હવે કારોબારિયોને તેનું પ્રશિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. કેમ કે આ મશરૂમની ખેતી થઇ શકે.

તમને જણાવી દઇએ કે, આ રિસર્ચ ટીમમાં નિરમા યુનિવર્સિટીના પ્રોફેસર જિજ્ઞા શાહ અને ગાઇડ વૈજ્ઞાનિક જયંતિ પણ સામેલ છે. આમ તો લેબમાં મશરૂમની ખેતીના એક સપ્તાહના પ્રશિક્ષણની કિંમત 1 લાખ રૂપિયા છે પરંતુ સંસ્થાન સામાન્ય કિંમત પર પ્રશિક્ષણ આપશે.

Shah Jina