હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં આ તારીખે આટલા દિવસ સુધી પડશે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ

ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં વરસાદ મામલે અતિ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તમને જણાવી દઇએ કે, એક દિવસમાં રાજ્યમાં 114 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. 114 તાલુકામાં સરેરાશ 1 મિલીમીટરથી લઈને 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં ચોમાસુ વધુ આગળ વધી ચૂક્યું છે. આગામી બે દિવસ બાદ પણ વરસાદ રહેશે પરંતુ તીવ્રતા ઓછી રહેશે. હવામાન વિભાગે 20 થી 21 જૂનથી વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

અમદાવાદમાં રવિવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ગુરુવારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા શુક્રવારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

સુરત શહેર જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે સવારથી છ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે સુરત જિલ્લાના ચોર્યાસીમાં 5 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાવાનાં દૃશ્યો સામે આવ્યાં છે. ગુરુવારે વડોદરા અને અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા અને પવન સાથે વડોદરામાં ભારે વરસાદ પડ્યો હતો.

આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે આજે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યના આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસાદ પડશે. 40 થી 50 કિમી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Shah Jina