ગુજરાત પોલીસનું દિલધડક ઓપરેશન…હથિયાર છુપાવીને ઢાબામાં બેઠો હતો વ્યક્તિ, પોલીસે ફિલ્મી ઢબે ઝડપ્યો, જુઓ વીડિયો થયો વાયરલ
ગુજરાતની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓ જાણે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા થોડા સમયમાં જ હત્યા,લૂંટફાટના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેના કારણે ગુજરાત પોલીસ પણ હવે ચાંપતી નજર રાખી રહી છે. આ દરમિયાન જ ગુજરાત પોલીસના હાથે એક મોટી સફળતા હાથ લાગી છે. જેમાં એક વ્યક્તિને રિવોલ્વર સાથે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે પોલીસ સાદા કપડાંની અંદર ઢાબાની અંદર બેઠી છે અને તેમની બાજુના જ ટેબલ ઉપર આરોપી હથિયાર છુપાવીને બેઠેલો છે.
પોલીસ મોકો મળતા જ આરોપીને દબોચી લે છે અને તેની પાસેથી હથિયાર જપ્ત કરી લે છે. અને તેને નીચે પાડી દે છે. હથિયાર ધારી વ્યક્તિ સાથે બીજા ત્રણ લોકો પણ ટેબલ ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સાદા ડ્રેસમાં આવેલા લોકો પોતાને પોલીસ હોવાનું જણાવી રહ્યા છે. તો સીસીટીવી ફૂટેજના આધારે આ વીડિયો 27-06-2021નો હોવાનું સામે આવી રહ્યું છે.
પોલીસ જયારે આ અપરાધીને દબોચી રહી છે ત્યારે ઢાબામાં અન્ય લોકો પણ હાજર હોય છે, આ સમયે ત્યાં અફરા તફરીનો માહોલ પણ સર્જાઈ જાય છે. પોલીસ લોકોને શાંતિથી બેસી રહેવા માટે પણ જણાવી રહી છે. તેમજ ત્યાં આસપાસ લોકો જોવા માટે પણ ભેગા થઇ જાય છે. પોલીસની રેડનો વિડીયો ભરૂચનો નહીં પણ પાટણ ડીસા હાઇવેનો છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જીવ જોખમમાં મૂકીને આરોપીઓની ધરપકડ કરી હતી, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના અન્ડર કવર ઓફિસરો દ્વારા ઢાબા પરથી હથિયાર સાથે આ વ્યક્તિને ઝડપી લીધો હતો જે અનેક ગુનાઓમાં ફરાર હતો, માહિતી મળી રહી છે કે આ ઓપરેશન અ’વાદ એન્ટી ઓર્ગેનાઈઝડ ક્રાઇમ યુનિટ દ્વારા અમદાવાદના ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના બે કેસોની તપાસ કરી રહી હતી
અને તેઓને આ ચોરીમાં આરોપી કિરિટ પંચાલ ઉર્ફે કેકેની સંડોવણીની જાણ થઈ હતી. ટેકોલોજીનો ઉપયોગ કરીને અમને આરોપીનુ લોકેશન મળ્યું.આ ઓપરેશન પાટણના અમરપુરા ગામ પાસે આવેલા એક્તા રેસ્ટોરન્ટમાં પાર પાડવામાં આવ્યુ હતુ, આ શખ્સ સામે અમદાવાદ, બનાસકાંઠા, રાજસ્થાનના 10 પોલીસ સ્ટેશનમાં મારામારી, બળાત્કાર, ઘરફોડ ચોરીના અનેક ગુના નોધાયા છે તેમજ આ શખ્સ સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
View this post on Instagram
વાયરલ થઇ રહેલો આ વીડિયો પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે કે પોલીસકર્મીઓ ક્રાઇમ બ્રાન્ચના છે. ક્રાઇમ બ્રાન્ચનું આ ઓપરેશન સીસીટીવીમાં કેદ થયું હતું. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે શું હવે ગુજરાતમાં પણ અપરાધીઓને કોઈ જાતની બીક નથી રહી ?