ગુજરાતમાં એક-બે નહિ પણ 6-6 IPSને ફસાવી કરોડો રૂપિયા ખંખેરનાર હનીટ્રેપ ગર્લ આખરે 6 મહિને હાથ લાગી, FIR ન કરવા ઉચ્ચ અધિકારી…

ગુજરાતમાંથી હાલમાં જ હનીટ્રેપનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. જેમાં ગુજરાત પોલિસના એક-બે નહિ પણ 6-6 IPS અધિકારીઓને પોતાના હુસ્નની જાળમાં એક રૂપાળી છોકરીએ ફસાવ્યા. આ મામલો સામે આવતા જ હડકંપ મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ છોકરીએ ઓફિસરો પાસેથી કરોડો રૂપિયા પણ ઠગ્યા છે. તે બાદ પણ પોલિસના આ ઓફિસર મોઢુ ખોલવા તૈયાર નથી.

આ પૂરી ઘટના સામે આવ્યા બાદ ગુજરાત પોલિસ ઓફિસરોમાં હડકંપની સ્થિતિ છે.જો કે, આ મામલે એવી ખબર સામે આવી છે કે યુવતી પર સત્તાવાર ફરિયાદ જો IPS દ્વારા કરવામાં આવે તો યુવતિએ જે ઠગ્યા છે તે એક કરોડ જેટલી રકમ ક્યાંથી આવી ? તે અંગે સવાલો ઉભા થઇ શકે છે અને IPSની કારર્કિદી અને નોકરી પર પૂર્ણ વિરામ લાગી શકે તેમ હોવાથી ઉચ્ચ અધિકારીની તેમને સૂચના છે કે તેઓ મૌન રહે.

હનીટ્રેપ મામલે IPS ફરિયાદ કરવા તૈયાર નથી. ગુજરાત પોલીસે 6 મહિના સુધી રૂપસુંદરીને શોધી, જે ઈન્દોરની રહેવાસી છે, તે બાદ તે હાથ લાગી. એક IPSએ તેને ઓળખી પણ કાઢી પણ ફરિયાદ કરવા તૈયાર નથી.જણાવી દઇએ કે, ગુજરાત સમાચારના રીપોર્ટ્સ અનુસાર, એક સિનિયર અધિકારીએ ભોગ બનનાર IPSને પોલીસ ફરિયાદથી દુર રહેવાની અને ગુમાવેલ પૈસા ભુલી જવા સલાહ આપી કારણ કે જો આ મામલે તપાસ થશે તો એક કરોડની રકમ ક્યાંથી આવી અને કેવી રીતે તેને લઇને અનેક સવાલો ઊભા થઇ શકે તેમ છે.

શું છે આખો મામલો :
મધ્યપ્રદેશના ઇન્દોરની એક યુવતિએ લગભગ આઠેક મહિના પહેલા ગાંધીનગર સ્થિતિ કરાવી ટ્રેનિંગ એકેડેમીમાં ઘોડેસવારી માટે દાખલો લીધો. સોશિયલ મીડિયા અને મેસેજના માધ્યમથી આ છોકરી સૌથી પહેલા એક યુવા IPS ઓફિસરના સંપર્કમાં આવી અને ધીરે ધીરે નજીકતા વધી તો છોકરીએ તે IPSને હનીટ્રેપનો શિકાર બનાવ્યો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે યુવા ઓફિસર પાસેથી તેણે લાખો રૂપિયા વસૂલ્યા. આવી રીતે તેણે એક પછી એક છ આઈપીએસ ઓફિસર્સને પોતાની જાળમાં ફસાવ્યા અને કરોડો રૂપિયા ખંખેર્યા. જેમાંથી ચાર આઈપીએસ અધિકારીઓ સંપૂર્ણપણે હનીટ્રેપમાં ફસાઈ ગયા હતા,

જ્યારે બે અધિકારીઓ જાળમાં ફસાય તે પહેલા જ નાસી છૂટ્યા હતા. હનીટ્રેપ અને પૈસાની વસૂલાતને લગતી આ બાબત પર ઘણી આંતરિક ચર્ચા થઈ રહી છે, પરંતુ ફસાયેલા આઈપીએસ અધિકારીઓ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યુવતી પાસે આ અધિકારીઓના મેસેજ, ફોટો અને વીડિયો છે. હનીટ્રેપના આ હાઈપ્રોફાઈલ કેસમાં ફસાયેલા છ આઈપીએસમાંથી એક યુવાન આઈપીએસના ઘરે મામલો પહોંચ્યો હતો. મીડિયા અહેવાલોમાં સૂત્રો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયેલા આ IPS અધિકારીને એક કરોડ રૂપિયા ચૂકવવાના હતા.

આટલું થયા પછી પણ IPS અધિકારી ફરિયાદ કરવા તૈયાર નથી. આ હનીટ્રેપમાં 4 આઈપીએસ ખરાબ રીતે ફસાઈ ગયા, જ્યારે બે અધિકારીઓના નસીબ સારા હતા. શરૂઆતમાં જ્યારે તેમને કંઈક શંકાસ્પદ અને વિચિત્ર લાગ્યું, ત્યારે તેમણે પોતાની જાતને આ મામલાથી દૂર કરી દીધી. આ અધિકારીઓને યુવતીના વધુ મૈત્રીપૂર્ણ વર્તન પર શંકા હતી. આ પછી તેઓએ તે યુવતિ પાસેથી પીછો છોડાવી દીધો. હનીટ્રેપના આ મામલામાં સીધી રીતે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ગુજરાત પોલીસે છ મહિના સુધી મહેનત કરી. યુવતી ઈન્દોરની રહેવાસી છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે છોકરીની ઓળખ કર્યા પછી છોકરીની તસવીર હનીટ્રેપ થયેલા IPS અધિકારીઓને બતાવવામાં આવી હતી, જેમને તે મેસેજ કરતી હતી. તેમણે યુવતીને ઓળખી લીધી, પરંતુ ફરિયાદ નોંધાવવાની ના પાડી. યુવતિને શોધી કાઢનાર ગુજરાત પોલીસના અધિકારીઓએ આ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું છે.

અધિકારીઓ યુવતીના પરિવારને મળ્યા અને તેમને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચના આપી. પોલીસ હવે એ પણ શોધી રહી છે કે આ મામલે અન્ય કોઈ હનીટ્રેપનો શિકાર બન્યું છે કે કેમ. જો પોલીસને આ અંગે ફરિયાદ મળશે તો આ કેસની નોંધ લેવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અધિકારીઓ ફરિયાદ પણ નથી કરતા આ રૂપસુંદરી પાસે આ અધિકારીઓના રંગીન વીડિયો છે

Shah Jina