ખબર

આટલા લાખ લોકો સુરતમાં છે ક્વોરેન્ટાઈનમાં, આંકડો જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

ગુજરાતમાં કોરોના હવે બેકાબૂ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. કોરોનાના સંક્રમણને નાથવા માટે રસીકરણનો પ્રારંભ પણ થઇ ચૂક્યો છે. ત્યારે સુરતમાં રસી લીધા બાદ પણ કોરોના થયાનો કિસ્સો સામે આવ્યો છે.

ગત 24 કલાકમાં સુરતમાં 100 કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા. સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરત પાલિકાના 3 ઈજનેરોને રસી લીધા બાદ કોરોના થયો છે.

પ્રતિકાત્મક તસવીર

સુરત કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશ્નરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસીનો બીજો ડોઝ લીધાના 15થી 20 દિવસ પછી એન્ટીબોડી ડેવલપ થતી હોય છે. કોરોનાની રસી લીધા પછી પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. જો કે, સિવિલના કોરોનાના નોડલ ઓફિસર ડો. અમિત ગામીએ કહ્યું કે રસી લીધાના ત્રણથી છ સપ્તાહ દરમિયાન એન્ટીબોડી બને છે. જેથી ડોઝ લીધા પછી કોરોના ન થઇ શકે તેવું જરૂરી નથી.

બે ઇજનેરો હાલમાં પોઝિટિવ આવ્યા છે. તેઓ ઇલેક્શન ડ્યુટીમાં પણ હાજર હતા. ઉપરાંત કોઈ સોશિયલ ગેધરિંગમાં પણ તેમની ઉપસ્થિતિ રહી હોઈ શકે. એ બાબતને નકારી ન શકાય. ચૂંટણી પત્યા બાદ સુરત મનપા તંત્રના નવા આદેશો બહાર આવ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

સુરતના શાળા-ટ્યુશન સંચાલકોને મનપા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ક્લાસના AC ચાલુ રાખી બારી-બારણા ખુલ્લા રાખવા આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી બાદ જ નવા આદેશો થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતમાં કોરોન્ટાઇન ઝોનની સંખ્યા 500ને પાર થયો છે.

સુરતમાં કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે 533 વિસ્તાર માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. હાલની સ્થિતિએ, 10422 ઘરોમાં 400032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. તો સાથે જ સુરતમાં કોરોના ટેસ્ટ કરવાના પણ વધારી દેવામાં આવ્યા છે.