ખબર

મ્યુકોરમાઇક્રોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શન મુદ્દે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય, જાણો જરૂરી વિગત

હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે અને તે વચ્ચે મ્યુકોરમાઇક્રોસિસ બીમારી એ તંત્ર અને પ્રજા માટે ચિંતાનો વિષય બની ગઇ છે. આ બીમારીમાં ઘણા લોકોએ આંખોની રોશની ગુમાવી છે.

કોરોનાથી રિકવર થયેલા દર્દીઓને આ બીમારી થાય છે અને તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. સરકારે આ બીમારીના સારવાર માટે વપરાતા ઇન્જેક્શનનો 3.15 કરોડના ખર્ચે 5000 ઇન્જેક્શનનો ઓર્ડર પણ આપી દીધો છે.

તમને જણાવી દઇએ કે, આ બીમારીની સારવારની દવાઓ અને ઇન્જેક્શનને લઇને સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે. સરકારે લોકોને જણાવ્યુ કે, આ બીમારીની દવાઓ સરકારી હોસ્પિટલમાંથી મળશે અને દવાઓ મેળવવા ડોક્ટરનું પ્રિસ્પિક્રપ્શન જરૂરી છે.

કોરોનાના કહેર વચ્ચે જયારે રેમડેસિવિરની કાળાબજારી થઇ રહી છે તેમ આ બીમારીની સારવાર માટેની દવાઓની કાળાબજારી ન થવી જોઇએ અને હવે રાજય સરકાર દ્વારા દર્દીને આ બીમારીની દવાઓ મળી રહે તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદમાં આ બીમારીની દવાઓ કયાં મળશે તે અંગે વાત કરીએ તો તે સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાંથી મળશે. સોલા સિવિલમાં તો આ બીમારીના ઇન્જેક્શનના વિતરણ માટેની કમિટી બનાવવાની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઇએ કે, દર્દીના કેસની વિગત, મ્યુકોરમાઇક્રોસિસની સારવારની નકલ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન તેમજ આધારકાર્ડની નકલ જરૂરી છે અને આ ડોક્યુમેન્ટ આપ્યા બાદ જ એમ્ફોટેરેસીન બી ઇન્જેક્શન મળી શકશે.