આલિયા અને રણબીરના લગ્નમાં અંબાણીના દીકરા અને વહુથી લઈને આ સેલેબ્સ રહ્યા હાજર, જુઓ કેવો હતો લગ્નમાં આ સેલેબ્સનો ઠાઠમાઠ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને ચાહકોની આતુરતાનો અંત પણ ગઈકાલે આવી ગયો, આલિયા અને રણબીરે ગઈકાલે લગ્નના સાત ફેરા ફર્યા અને જન્મ જન્મો માટે એકબીજા બની ગયા. તેમના લગ્ન ખુબ જ ખાસ રહ્યા અને તેમના લગ્નની અંદર સેલેબ્સનો પણ જમાવડો જોવા મળ્યો હતો.

રણબીર અને આલિયાના લગ્નમાં મહેશ ભટ્ટ, શાહીન ભટ્ટ, પૂજા ભટ્ટ, સોની રાઝદાન, રિદ્ધિમા કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રણધીર કપૂર વગેરેએ હાજરી આપી હતી. આ સિવાય આકાશ અંબાણી, શ્લોકા, આકાંક્ષા અને અયાન મુખર્જી, કરણ જોહર જેવી ખ્યાતનામ હસ્તીઓ પણ જોવા મળી હતી.

જણાવી દઈએ કે 13 એપ્રિલે બંનેએ મહેંદીની વિધિ કરી હતી અને ગઈકાલે 14 એપ્રિલે રણબીર અને આલિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રણબીર કપૂરે આખરે 14 એપ્રિલ, 2022ના રોજ તેની લવ લાઈફ આલિયા ભટ્ટની લાઈફલાઈન બનાવી.

રણબીર અને આલિયાના લગ્નમાં શશિ કપૂરનો પુત્ર કરણ કપૂર પણ પહોંચ્યો હતો. આ લગ્નમાં કરણે પોતાના પરિવાર સાથે હાજરી આપી હતી, જેની ઘણી તસવીરો સામે આવી છે. આ તસ્વીરોમાં તે કારની અંદર સ્પોટ થતાંસ જોવા મળે છે.

રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા આ લગ્નને લઈને ખુબ જ ખુશ જોવા મળ્યા હતા. નીતુ કપૂરે કહ્યું હતું “આલિયા શ્રેષ્ઠ છે અને રિદ્ધિમાંથી રહેવાતું નથી, તેણે કહ્યું- “આલિયા ખૂબ જ સુંદર વ્યક્તિ છે.”

જોકે રણબીર અને આલિયા તેમના જીવનને ખાનગી રાખવાનું પસંદ કરે છે અને આ જ કારણ છે કે બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને કશું કહ્યું નથી. આલિયા અને રણબીરે અન્ય સ્ટાર્સની જેમ ડેસ્ટિનેશન વેડિંગ નહીં, પરંતુ પોતાના ઘરે જ લગ્ન કરવાનું નક્કી કર્યું.

આલિયાની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટ ઉપરાંત પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટ એક કારમાં જોવા મળ્યા હતા. આલિયા અને રણબીરના ‘બ્રહ્માસ્ત્ર’ના દિગ્દર્શક અયાન મુખર્જી, રણબીર કપૂરના શ્રેષ્ઠ મિત્રોમાંના એક, પણ લગ્નમાં હાજરી આપી હતી.

રણબીર અને આલિયાએ તેમના ઘર ‘વાસ્તુ’માં તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. 13 એપ્રિલ, 2022 ના રોજ બંનેની મહેંદી સેરેમની રાખવામાં આવી હતી, જ્યાં વર-કન્યા સિવાય ઘરના અન્ય તમામ સભ્યોએ તેમના હાથ પર મહેંદી લગાવી હતી.

બે દિવસ પહેલા યોજાયેલ મહેંદી સેરેમની બાદ રણબીર કપૂરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમાએ બંનેના લગ્નની તારીખ જાહેર કરી હતી. ઘણા સમયથી બંનેના લગ્નની તારીખને લઈને અસમંજસ હતી.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં શ્વેતા બચ્ચન નંદા, પુત્રી નવ્યા નંદા, પતિ નિખિલ નંદા પણ હાજર રહ્યા હતા. શ્વેતા બચ્ચને રણબીરના કઝીન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં ભટ્ટ પરિવારના તમામ સભ્યોએ હાજરી આપી હતી.

લિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અને વહુ આકાશ-શ્લોકા સાથે પહોંચ્યા હતા. આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતાના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

તેમના વાહનોને ચારે બાજુથી સુરક્ષાકર્મીઓએ ઘેરી લીધા હતા. અગાઉ એવા અહેવાલ હતા કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનું રિસેપ્શન હોટેલ તાજ પેલેસમાં થશે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રિસેપ્શન આરકે હાઉસમાં થશે.

Niraj Patel