VIDEO: લગ્નમાં ડાન્સ કરી રહ્યો હતો વરરાજા, ત્યાં જ દુલ્હને ચપ્પલ કાઢીને દે દનાદન…

મહેમાનોની સામે જ દુલ્હને ચપ્પલ કાઢીને….

લગ્ન સમારોહ હોય અને ડાન્સ ન હોય તેવુ તો ન જ બને. આમંત્રિત મહેમાનોથી લઈને વર-વધુ પણ લગ્નમાં મન મુકીને ડાન્સ કરતા હોય છે. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ઘણીવાર લગ્નના આ ડાન્સમાં એવી ઘટના બની જતી હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે. ક્યારેય મજાક મજાકમાં કોઈ દૂર્ઘટના ઘટી જાય છે તો ક્યારેક રમુજી પ્રસંગ બની જાય છે.

દરેક નવ દંપતિ માટે લગ્નનો પ્રસંગ ખાસ હોય છે, તેથી તેને યાદગાર બનાવવા  કઈંક નવુ કરતા હોય છે. લગ્ન પ્રસંગમાં ડાન્સ સૌથી મહત્વની બાબત ગણાય છે.  આજે અમે તમને એક આવા જ વીડિયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમા વર-વધુએ  મન મુકીને ડાન્સ કર્યો છે તે ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

નવ દંપત્તિએ અનોખો ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નવ દંપત્તિ બધા લોકોની વચ્ચે સંગીતના તાલે નાચી રહ્યા છે. સૌ પ્રથમ વરરાજા ડાન્સ કરતા જોવા મળે છે ત્યારબાદ દૂલ્હન પણ સંગીતના તાલે તેને સાથ આપવા મેદાનમાં આવી જાય છે, પરંતુ જે રીતે ચપ્પલ ઉતારીને યુનિક ડાન્સ સ્ટેપ કરે છે તેનાથી બધા ચોંકી જાય છે.

આ દૂલ્હનનો ડાન્સ જોઈને ત્યા હાજર મહેમાન પણ થોડી વાર આશ્ચર્યમાં પડી જાય છે. જેમણે પણ આ વીડિયો જોયો તે પ્રશંસા કર્યા વગર રહેતા નથી. તમે પણ આ વીડિયો જોઈને પોતાની જાતને રોકી નહીં શકો.

 

View this post on Instagram

 

A post shared by wedding’s fever (@weddingsfever)

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર weddingsfever નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જ્યારથી આ વીડિયો સોશિયલ મીડિયામાં આવ્યો છે ત્યારથી તેમણે લોકોને દિવાના બનાવી દીધી છે. લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

YC