ફેરા પહેલા બોયફ્રેન્ડ સાથે ભાગી દુલ્હન તો દુલ્હાએ જોઇ 13 દિવસ સુધી રાહ, આખરે વાગી શરણાઇ- જાણો અજીબો ગરીબ મામલો

દુલ્હન ભાગી ગઇ તો 13 દિવસ સુધી મંડપમાં જ બેઠો રહ્યો દુલ્હો, પછી પ્રેમી પાસેથી દીકરીને છોડાવી લાવ્યા પિતા અને ત્યારે થયા ફેરા

Unique Wedding in Pali: શું વરરાજા કન્યાની રાહ જોતા જોતા 13 દિવસ સુધી શેરવાની પહેરીને મંડપમાં બેસી શકે ? જો તમને આ વાત ફિલ્મી લાગતી હોય તો કહી દઇએ કે, આ એકદમ સાચુ છે. ફેરાના થોડા સમય પહેલા જ એક દુલ્હન તેના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ અને પછી શું વરરાજાએ નક્કી કર્યું કે તે તેની કન્યાને સાથે લઇને જ જશે, નહીં તો તે ત્યાં જ મંડપમાં બેસી રહેશે. વરરાજા 13 દિવસ સુધી કન્યાની રાહ જોતા મંડપમાં બેઠો રહ્યો.

આ મામલો રાજસ્થાનના પાલી જિલ્લાનો છે. પાલીના બાલી બ્લોકના સેણા ગામના એક વ્યક્તિની દીકરીના લગ્ન સિરોહીના મણાદર ગામના એક છોકરા સાથે હતા. લગ્નનો કાર્યક્રમ સરસ રીતે ચાલી રહ્યો હતો. 3 મેના રોજ વરરાજા લગ્નની જાન સાથે છોકરીના ગામ પહોંચ્યો હતો. પરંતુ કહાનીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પંડિતજીએ ફેરાની વિધિ માટે કન્યાને બોલાવી. જો કે, આ દરમિયાન એવું જાણવા મળ્યું કે દુલ્હન તેના પ્રેમી સાથે ભાગી ગઇ કે જે તેનો દૂરનો પિતરાઈ ભાઈ હતો.

દુલ્હન તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને ભાગી હતી. જ્યારે વરરાજા અને તેના પરિવારને કન્યાના ઘરેથી ફરાર થવાની ખબર પડી ત્યારે મામલો ગંભીર બન્યો. હકીકતમાં વરરાજા મક્કમ હતો કે તે છોકરી સાથે લગ્ન કર્યા વિના ક્યાંય નહીં જાય. લોકોએ તેને સમજાવવાની ઘણી કોશિશ પણ કરી. પરંતુ વરરાજાએ કોઈની વાત ન માની. તે કન્યાની રાહ જોતો બેઠો રહ્યો અને તેણે પોતાની શેરવાની પણ ઉતારી ન હતી.

વરની જીદ જોઈને છોકરીના પિતાએ નક્કી કર્યું કે તેઓ કોઈક રીતે તેમની દીકરીને શોધીને તેની સાથે લગ્ન કરાવશે. ઘરના આંગણામાં મંડપ શણગારવામાં આવ્યો હતો. ઘણા દિવસો વીતી ગયા. પછી એક દિવસ ખબર પડી કે યુવતી તેના પ્રેમી સાથે ગુજરાતમાં છે. પછી શું…15 મેના રોજ છોકરીના પિતા તેને પરત લઈ આવ્યા અને 16 મેના રોજ મંડપમાં 13 દિવસથી રાહ જોઈ રહેલા વરરાજા સાથે ફેરા ફરાવી છોકરીને વિદાય આપવામાં આવી.

Shah Jina