કન્યાને પોતાના ખોળામાં ઉઠાવવા માટે વરરાજાએ લગાવ્યો એવો જુગાડ કે જોઈને મહેમાનો પણ તાળીઓ વગાડવા લાગ્યા, જુઓ વીડિયો

લગ્નની આ આંખો વિધિમાં મહારાજે વરરાજાને કહ્યું કન્યાને ઉઠાવવા માટે, વરરાજાએ એવી બુદ્ધિ વાપરી કે બધા જ હેરાન રહી ગયા, જુઓ વીડિયો

આપણા દેશની અંદર ઘણા બધા સમુદાય છે અને દરેક સમુદાયમાં લગ્નની વિધિઓ પણ અલગ અલગ થતી હોય છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા લગ્નના વીડિયોની અંદર લગ્નની આવી જ અવનવી વિધિઓ પણ જોવા મળતી હોય છે. વિવિધ રાજ્યોમાં પરંપરાઓ પણ અલગ-અલગ હોય છે. કંઈક આવું જ એક વાયરલ વીડિયોમાં પણ જોવા મળ્યું હતું. જ્યારે વરરાજાએ તેની કન્યાને મંડપમાં ઉપાડી હતી. વરરાજાએ એવી ટ્રીક લગાવી, જેને જોઈને બધા તાળીઓ પાડવા લાગ્યા.

સોશિયલ મીડિયા પર લગ્નના વિવિધ પ્રકારના વીડિયો આવતા રહે છે, પરંતુ કેટલાક વીડિયો જોયા પછી તમને ચોક્કસ શેર કરવાનું ગમશે. ઈન્સ્ટાગ્રામ પર વારંવાર જોવા મળતો આ વીડિયો એકદમ અલગ છે. મંડપમાં લગ્નની વિધિઓ કરવામાં આવી રહી છે અને ત્યારે જ પંડિતજી વરરાજાને ધાર્મિક વિધિ કરવા માટે ઉભા કરે છે.

વરને કહેવામાં આવે છે કે તેણે હવે તેની જગ્યા કન્યાને આપવી પડશે. વર ઊભો થાય છે અને લાકડાના બાજોઠ પર બેઠેલી કન્યાને ઉપાડે છે અને તરત જ તેની જગ્યાએ બેસાડે છે. વરરાજાની આ યુક્તિ જોઈને નજીકમાં ઉભેલા મહેમાનો તાળીઓ પાડવા લાગ્યા. જો કે, આ વિધિ તમામ લગ્નોમાં જોવા મળતી નથી, પરંતુ કેટલાક લગ્નોમાં તે ચોક્કસપણે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by WeddingSaga (@wedding_reels77)

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર વેડિંગસાગા નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવતા જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘પ્રેમ ત્યારે કહેવાય છે જ્યારે તમે કોઈની બાજુમાં બેસો અને કંઈ ન કરો, પરંતુ તેમ છતાં તમે સંપૂર્ણપણે ખુશ અનુભવો છો. આવો પ્રેમ હોવો જોઈએ. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Niraj Patel