લગ્ન બાદ કન્યાના પગમાં માથું ઝુકાવીને ઘૂંટણિયે બેસી ગયો વરરાજા, લોકોએ ઉઠાવ્યા સવાલ તો મળ્યો એવો જવાબ કે જીવનભર યાદ રહેશે

સોશિયલ મીડિયા ઉપર રોજ બરોજ ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થતા હોય છે, હાલમાં જ એક એવી તસવીર ખુબ જ વાયરલ થઇ રહી છે, જેમાં વરરાજા કન્યાના પગની આગળ માથું ઝુકાવી અને ઘૂંટણિયે બેસી ગયેલો જોવા મળે છે. જેને જોઈને લોકોને પણ આશ્ચર્ય થઇ રહ્યું છે.

ટ્વીટર ઉપર વાયરલ થવા વાળી આ તસ્વીરને ડો. અજિત વારવંડકર દ્વારા પોતાના અધિકારીક એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવી છે. આ તસ્વીર શેર કરવાની સાથે જ તેમને હૃદયસ્પર્શી કેપશન પણ લખ્યું છે. તેમને લખ્યું છે કે “વરમાળાનો કાર્યક્રમ પૂર્ણ થયો તો વરરાજાએ કન્યાના પગમાં પોતાનું માથું ઝુકાવી દીધું તો લગ્નમાં ઉપસ્થિત બધા જ લોકો સ્તબ્ધ બની ગયા.”

આ તસવીર વાયરલ થવા ઉપર દુલ્હાનો જવાબ પણ લખવામાં આવ્યો છે. કે “મારા વંશને આજ આગળ વધારશે, મારા ઘરની લક્ષ્મી કહેવાશે. મારા માતા પિતાની ઈજ્જત કરશે અને તેમની સેવા કરશે. મને પિતા જેવી ખુશી પ્રાપ્ત કરાવશે. પ્રસવ દરમિયાન મારા બાળક માટે મોતને સ્પર્શીને આવશે. આનાથી જ મારા ઘરનો પાયો છે. તેના વ્યવહારથી જ સમાજમાં મારી ઓળખ બનશે. પોતાના માતા પિતાને છોડીને આ મારી પાછળ આવી છે. પોતાનાથી સંબંધ તોડીને તેને મારાથી સંબંધ જોડ્યો છે.”

છેલ્લે ડો. અજિત પોતાની પોસ્ટની અંદર લખે છે કે, “જયારે તે આટલું બધું કરી શકે છે તો શું આપણે તેને થોડું સન્માન ના આપી શકીએ ? આ મહિલાઓના પગમાં માથું ઝુકાવવું હાસ્ય છે તો મને જમાનાની ચિંતા નથી.”

Niraj Patel