ધામધૂમથી લગ્ન કરીને કન્યાને ઘરે લઇ આવ્યો વરરાજા, પછી વિધિ કરતા કહ્યું.. સાળી ઉપર આવી ગયો પ્રેમ? જુઓ વીડિયો

વરરાજાએ બધાની સામે જ સાળી ઉપર પ્રેમ આવી જતા નવી નવેલી દુલ્હનને છોડવાની વાત કહી, જુઓ વીડિયો

દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ઠેર ઠેર ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, અને પ્રભુતામાં પગલાં માંડી અને નવા જીવનની શરૂઆત પણ કરી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, જેમાં ઘણા વીડિયોની અંદર લગ્નના અવનવા રિવાજો જોવા મળે છે, તો ક્યાંક મજાક મસ્તી પણ જોવા મળતી હોય છે.

ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અને આ વીડિયોને જોઈને લોકો હેરાન પણ રહી ગયા છે, કારણ કે આ વીડિયોની અંદર વરરાજા પોતાની દુલ્હન સાથે બેસીને જ બધાની સામે જ તેને છોડવાની વાત કહે છે અને સાળી ઉપર પ્રેમ આવી ગયાની વાત પણ જણાવે છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે લગ્ન બાદ વર-કન્યા વિધિ માટે પોતાના ઘરમાં બેઠા છે. વીડિયો જોઈને લાગે રહ્યું છે કે આ છેડાછેડી છોડવાની વિધિ ચાલી રહી છે. ત્યારે જ વરરાજા બધાના ચહેરા ઉપર સ્માઈલ લાવવા માટે એક એવી શાયરી કહે છે કે બધાના ચહેરા ખડખડાટ હસવા લાગે છે. દુલ્હન પણ મંદ મંદ સ્મિત કરતી નજર આવે છે.

વીડિયોની અંદર વરરાજા શાયરી કહેતા સંભળાય છે કે, “લોટે પે લોટા, લોટે પર જલ, બીવી કો છોડકર સાલીઓ પર ચલ..” આ સાંભળીને ત્યાં હાજર બધા જ લોકો હસવા લાગી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

તો સોશિયલ મીડિયામાં બીજા પણ ઘણા વીડિયો વરયલ થતા હોય છે, કેટલાક વીડિયોની અંદર જીજા સાળીની મસ્તી પણ જોવા મળે છે. થોડા સમય પહેલા જ જીજા સાળીની એક મસ્તી ભરેલી ક્લિપ વાયરલ થઇ હતી. જે કલીપ ભારતની નહિ પરંતુ વિદેશની હતી, જેમાં ભારતીય રીતિ રિવાજોની ઝાંખો જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Binoo Hasija-Chona (@binoo0903)

આ રિવાજમાં જીજા અને સાળી વચ્ચે મોજડી ચોરવાનો રિવાજ જોવા મળ્યો હતો. સૌથી હેરાનીની વાત તો એ હતી કે રોડ ઉપર જીજાજી ફક્ત એક મોજડી પહેરીને ઉભા હતા અને તેની સાળીઓ મોજડી પાછી આપવા માટે શુકનના પૈસાની માંગણી કરી રહી હતી, આ વીડિયો પણ લોકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

Niraj Patel