ખબર વાયરલ

ખુલ્લી ઓડી કારમાં વરરાજાને સેલ્ફી લેવી પડી ભારે, પોલીસે કાપ્યું એટલા લાખનું ચલણ કે વાંચીને તમને પણ આંચકો લાગશે, જુઓ વીડિયો

લગ્નનો માહોલ હોય અને વર પક્ષના લોકો ડાન્સ કરીને રમઝટ ના બોલાવે તો કેમ કરી ચાલે ? સોશિયલ મીડિયામાં લગ્ને લઈને હાલ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ ઘણીવાર લગ્નની અંદર થયેલી મજાક મસ્તી અને શોખ પણ ઊંધા પડી જતા હોય છે, હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો ના ફક્ત વાયરલ થઈ રહ્યો છે પરંતુ લોકોમાં ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે. હકીકતમાં યુપીમાં એક વરઘોડા દરમિયાન વરરાજા એટલો ખુશ થઈ ગયો કે તેણે ચાલતી કારમાં ઉભા રહીને તેની સેલ્ફી લેવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, અન્ય વાહનોમાં બેઠેલા બાકીના જાનૈયાઓ પણ ચાલતા વાહન પર ઉભા રહીને નાચતા હતા. આ પછી જે થયું તેમાંથી બધાને બોધપાઠ મળશે, જેથી ફરી કોઈ આવું હરક નહીં કરે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઘણા વાહનો રસ્તા પર ફરતા જોવા મળે છે. આ વાહનોમાં સવાર તમામ લોકો પોતપોતાના વાહનોની બહાર ઉભા છે. તેમાંથી કેટલાક સેલ્ફી લઈ રહ્યા છે તો કેટલાક ડાન્સ કરી રહ્યા છે. આગળ તમે જોશો કે વરરાજા લાલ રંગની કારમાં ઉભો છે જે સંપૂર્ણપણે ખુલ્લી કાર છે અને તે સેલ્ફી પણ લઈ રહ્યો છે. જોતા જ સ્પષ્ટ થાય છે કે આ બધા વરઘોડામાં જઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ અંકિત કુમાર નામના વ્યક્તિએ ઉત્તર પ્રદેશ ટ્રાફિક પોલીસને ટેગ કરતો એક વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયો શેર કરતા અંકિતે કેપ્શનમાં લખ્યું છે કે, “હરિદ્વારથી નોઈડા સુધીની મારી સફર દરમિયાન મુઝફ્ફરનગર જિલ્લામાં કેટલાક લોકો મનોરંજન માટે અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકતા હતા. આશા છે કે ટ્રાફિક પોલીસ આ બાબતે ધ્યાન આપશે.”

અંકિત કુમારના ટ્વીટની નોંધ લેતા, વરિષ્ઠ પોલીસ અધિક્ષક અભિષેક યાદવે પોતે મુઝફ્ફરનગર ટ્રાફિક પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. એસપી ટ્રાફિક કુલદીપ સિંહે જણાવ્યું હતું કે, “વિડિયોના આધારે 9 વાહનોની ઓળખ કરવામાં આવી છે અને અમે માલિકો સામે 2 લાખ રૂપિયાનો ચલણ ફટકાર્યો છે.” તેમજ સંબંધિત કલમો હેઠળ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તમામ વાહનોના દિલ્હી રજીસ્ટ્રેશન નંબર છે.