ના ડોલી, ના બગી, ના કોઈ લક્ઝુરિયસ કાર, આ કન્યા તેના સાસરે જવા થઇ JCBમાં સવાર, વાયરલ થઇ ગયો વીડિયો, જુઓ

JCBમાં કન્યા વિદાયના વીડિયોએ લોકોના હોશ ઉડાવ્યા, જુઓ વરરાજા અનોખી રીતે કન્યાને લઈને પહોંચ્યો પોતાના ઘરે, વાયરલ થયો વીડિયો

Groom taking bride away on jcb : લગ્નના ઘણા બધા વીડિયો રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જાય. ખાસ કરીને વર-કન્યાની એન્ટ્રી દરેક વ્યક્તિ ખાસ બનાવવા માંગતા હોય છે, ત્યારે હાલ એક વીડિયો વાયરલ થયો છે જેને લોકોના હોશ ઉડાવી દીધા છે.

વીડિયોમાં દુલ્હનની વિદાય જોઈને લોકો ખૂબ જ મજા કરી રહ્યા છે. આજ સુધી તમે દુલ્હનને ડોલી, બગી કે કારમાં વિદાય થતી જોઈ હશે, પરંતુ આ વીડિયોમાં વરરાજા દુલ્હનને વિદાય કરવા માટે જેસીબી પર તેના સાસરે લઈ જતો જોવા મળ્યો હતો.  વીડિયોમાં લાલ રંગની જોડીમાં સજ્જ નવી દુલ્હનને લક્ઝરી કાર કે ડોલીમાં નહીં, પરંતુ જેસીબી પર વિદાય કરવામાં આવતી જોવા મળે છે.

ફૂલોથી શણગારેલા આ JCB પર સવાર થઈને કન્યાએ 2 કે 4 નહીં પરંતુ 10 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને પછી તેના સાસરિયાના ઘરના દરવાજા પર પગ મૂક્યો. પોતાના લગ્નની આ ખાસ પળોને યાદગાર બનાવવા માટે લોકો ઘણીવાર અલગ-અલગ રીત અજમાવે છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં વરરાજાની અનોખી રીત લોકોના હોશ ઉડાવી રહી છે.

આ વીડિયો 14 જૂને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, રાંચીમાં દુલ્હનને લેવા JCBમાં વરરાજા પહોંચ્યા. જેસીબીથી દુલ્હનની વિદાયનો વીડિયો. આ વીડિયો રાંચીના તાતીસિલ્વે ગામનો છે. જ્યાં અનોખી રીતે કન્યાને ઘરે લાવવા માટે વરરાજાએ કારને બદલે જેસીબી પસંદ કર્યું હતું. જેસીબીને આરામદાયક બનાવવા માટે, તેમાં ગાદલા મૂકવામાં આવ્યા હતા, જેથી વર-કન્યા આરામથી મુસાફરી કરી શકે.

Niraj Patel