લો બોલો…આ વરરાજાએ તો ભારે કરી… ઘોડી ના મળી તો ગધેડી પર જાન લઈને પહોંચ્યો કન્યા લેવા, વાયરલ થઇ ગયો વીડિયો, જુઓ

ઘોડી ના મળી તો ગધેડી પાર દુલ્હનિયા લેવા પહોંચ્યો વરરાજા, વીડિયો જોઈને લોટપોટ થઇ જનતા

તમે ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા જોયા હશે, જેમાં વરરાજા ઘોડી ઉપર બેસીને વાજતે ગાજતે જાન લઈને કન્યાને લેવા માટે જતા હોય છે અને વરઘોડામાં જાનૈયાઓ પણ બરાબર નાચતા હોય છે, પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વરરાજા ઘોડીની જગ્યાએ ગધેડી ઉપર બેસીને પોતાનો વરઘોડો કાઢી રહ્યો છે અને જાનૈયાઓ ખુબ જ ઉત્સાહથી નાચી રહ્યા છે અને એક કાકી પૈસા પણ ઉડાવી રહ્યા છે.

વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે વરરાજાને ઘોડી ના મળી તો વરરાજા પોતાની દુલ્હનને લેવા માટે ગધેડા પર પહોંચી જાય છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ દંગ રહી જાય છે અને પોતાના હાસ્યને કાબૂમાં રાખી શકતા નથી. હાલમાં જ ઈન્ટરનેટ પર આ વાયરલ વરઘોડાનો એક વિડીયો ખળભળાટ મચાવી રહ્યો છે, જેમાં વરરાજાના કારનામા જોઈને દરેક સ્તબ્ધ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જ્યારે વરને ઘોડી ન મળી તો તે ગધેડા પર સવાર થઈને વરઘોડો લઈને પહોંચી ગયો.

વરને ગધેડા પર સવારી કરતા જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ પોતાના હાસ્યને કાબૂમાં લેતા જોવા મળ્યા. વીડિયોમાં એક મહિલા પણ ગધેડા પર બેઠેલા વરરાજાને પર પૈસા ઉડાવતી જોવા મળે છે. કેટલાક યુઝર્સનો દાવો છે કે આ વીડિયો કોરોના પીરિયડનો છે. જોકે મામલો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘funtap’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘શું વાત છે સાહેબ, ઘોડી નહીં તો ગધેડો સાચો છે.’ યૂઝર્સ આ વીડિયોને જોઈ અને શેર કરી રહ્યા છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ વરરાજાની ખુબ જ મજા લઇ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘દેખ રહે હો બિનોદ ક્યાં ક્યાં દેખના પડ રહા હે..” તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘આવા લોકો ક્યાંથી આવે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ આજ મેરે યાર કી શાદી હે’

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

Niraj Patel