લગ્નના મંડપમાં બેઠેલા વરરાજાને અચાનક શું સૂઝ્યું કે બસમાં બેસીને ભાગી ગયો, કન્યાએ પણ 20 કિલોમીટર દૂરથી પકડ્યો અને પછી…

અઢી વર્ષથી હત્યા યુવતી સાથે પ્રેમ સંબંધો, પરિવારજનોને લગ્ન માટે પણ મનાવ્યા, ધામધૂમથી લગ્ન  યોજાયા તો મંડપમાંથી વરરાજા થઇ ગયો ફરાર, બહાદુર કન્યાએ 20 કિલોમીટર દૂરથી ઝડપી લીધો.. જુઓ તસવીરો

Groom ran away from the wedding : લગ્ન એ ખુબ જ ખુશીની પ્રસંગ છે અને આ  પ્રસંગમાં એક નહિ પરંતુ બે પરિવારો ખુશ રહેતા હોય છે. ત્યારે આ પ્રસંગની અંદર કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટેની પણ બંને પરિવારજનો ખાસ કાળજી પણ રાખતા હોય છે, ત્યારે ઘણીવાર લગ્ન પહેલા એવી ખબરો પણ સામે આવી છે કે વર કે કન્યામાંથી કોઈ એક ભાગી ગયું હોય, પરંતુ હાલ એક ખબર લગ્ન મંડપમાંથી વરરાજાના ભાગી જવાની આવી છે.

જ્યારે દુલ્હન પોતાના નવા જીવનની ખુશીને ધ્યાનમાં રાખીને લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતી, તે સમયે વરરાજા મંડપમાંથી ભાગી ગયો હતો. દુલ્હનને આ વાતની જાણ થતાં જ તે બધું છોડીને પોતાના પ્રિયતમને શોધવા નીકળી પડી. લગભગ 20 કિલોમીટર સુધી પીછો કર્યા પછી, કન્યા આખરે તેના વરને પકડી લે છે અને પછી સાત જન્મ સુધી તેની સાથે રહેવાની પ્રતિજ્ઞા સાથે મંદિરમાં લગ્ન કરે છે. આ મામલો ઉત્તર પ્રદેશના બરેલીનો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઘણા સમય સુધી પરિવાર સાથે મંડપમાં બેઠેલી દુલ્હન વરની રાહ જોતી રહી. આ દરમિયાન, થોડા સમય પછી, વરરાજાએ તેની સાથે વાત કરી, જેમાં તેણે જણાવ્યું કે તે તેની માતાને લેવા ગયો છે, પરંતુ વરની વાત સાંભળ્યા પછી તેને કંઈક અજુક્તું લાગ્યું અને તે સીધી વરને પકડવા ગઈ હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે દુલ્હન જેની સાથે લગ્ન કરવા માંગતી હતી તે વરરાજા તેને લગભગ અઢી વર્ષથી ઓળખતો હતો, આ પ્રેમ પ્રકરણને કારણે બંનેએ લગ્ન કરવાનું સપનું જોયું હતું અને જ્યારે તે સપનું પૂરું થયું ત્યારે વરરાજા ભાગી ગયો, પરંતુ કન્યાએ હાર માની નહીં. તેણીએ તેના વરને શોધવા માટે ઘણા કિલોમીટરનો પ્રવાસ કર્યો અને તેનું સ્વપ્ન પૂરું કરવા તેની સાથે લગ્ન કર્યા.

દુલ્હનની આ બહાદુરીની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયા પર દુલ્હનના વખાણ કરતા થાકતા નથી.દુલ્હન વરને શોધવા માટે દરેક જગ્યાએ ભાગી રહી હતી. આખરે બરેલી શહેરની સીમાની બહાર પોલીસ સ્ટેશનની નજીક તે એક બસમાં મળી આવ્યો, ત્યારબાદ વરને નજીકના મંદિરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેણે લગ્નના સાત ફેરા લીધા અને કાયમ માટે એક થઈ ગયા.

વાયરલ થઈ રહેલી તસવીરમાં વરરાજા સાદા કપડામાં જોવા મળે છે. જ્યારે દુલ્હનને લાલ રંગના જોડામાં શણગાર સજેલીછે. એક તરફ જે યુઝર્સે આ તસવીરો વાયરલ થતી જોઈ છે તેઓ દુલ્હનની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ લગ્નની જવાબદારીમાંથી ભાગી રહેલા વરરાજાને ઠપકો આપવામાં આવી રહ્યો છે.

Niraj Patel