ચાલુ લગ્નમાં જ વરમાળા દરમિયાન વરરાજાએ કન્યા પાસે માંગી લીધી એવી વસ્તુ કે શરમથી થઇ ગઈ પાણી પાણી, લોકોએ કહ્યું, “સમજો ઈશારે કો…” જુઓ વીડિયો

કન્યાએ વરરાજાના ગળામાં પહેરાવી વરમાળા, પછી આવી વરરાજાની વારી, તો ઈશારો કરીને કરી એવી ડિમાન્ડ કે વાયરલ થઇ ગયો વીડિયો, જુઓ

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. મોટાભાગના લગ્નમાં આજના યુગલો પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપવા માંગતા હોય છે, તો ઘણીવાર એવી પણ બનતું હોય છે કે ચાલુ લગ્નમાં જ વર કન્યા કઈ એવું કરતા હોય છે જેના કારણે તેમના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજાએ તેની દુલ્હનને એવી વાત પૂછી કે તે શરમથી લાલ થઈ ગઈ. કન્યાએ અગાઉ વિચાર્યું ન હોત કે તેને આ તકનો સામનો કરવો પડશે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા અને કન્યા સ્ટેજ પર ઉભા છે અને વરમાળાની વિધિ થઈ રહી છે.

વરમાળા દરમિયાન કન્યાએ વરરાજાના ગળામાં માળા પહેરાવી છે અને હવે તે વરરાજાની માળા પહેરાવવાની રાહ જોઈ રહી છે. સ્ટેજ પર ઉભેલો વર ખૂબ જ રમુજી લાગી રહ્યો હતો, કારણ કે તેણે હસીને દુલ્હન પાસેથી કંઈક માંગ્યું, જેના કારણે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. વરરાજાએ ઈશારામાં કહ્યું કે પહેલા તારે મને ગાલ પર કિસ કરવી પડશે, તો જ હું તમારા ગળામાં આ માળા પહેરાવીશ.

 

View this post on Instagram

 

A post shared by Weddings Unfolded (@weddingsunfolded)

આ સાંભળીને દુલ્હન શરમથી લાલ થઈ ગઈ અને પછી તેણે ખૂબ જ રોમેન્ટિક રીતે બધાની સામે વરરાજાને ચુંબન કર્યું. ચુંબન કર્યા પછી તરત જ, વરરાજાએ વરમાળાને કન્યાના ગળામાં પહેરાવી દીધી અને બંનેએ વરમાળાની વિધિ પૂર્ણ કરી. ત્યારે હવે આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel