હોડીમાંથી ઉતરતા ડરી રહી હતી દુલ્હન, પછી વરરાજાએ ફિલ્મી અંદાજમાં કર્યું એવું કે વીડિયો થઇ ગયો વાયરલ

સોશિયલ મીડિયામાં હાલ લગ્નોને લઈને ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થતી હોય છે. જેમાં વર કન્યાના અનોખા અંદાજ જોવા મળતા હોય છે. ઘણીવાર આવા વીડિયોની અંદર તેમનો અદભુત પ્રેમ પણ જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં વરરાજાનો પ્રેમ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વરરાજા પોતાની નવી નવેલી દુલ્હનને લઈને સાસરે જઈ રહ્યો છે. પરંતુ વચ્ચે નદી આવે છે જેને પાર કરાવવા માટે વરરાજા કન્યાને પોતાના ખભા ઉપર ઊંચકી લે છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર આગળ જોઈ શકાય છે કે દુલ્હન જયારે નદી પાસે પહોંચે છે તો તે આગળ વધવાથી ડરી રહી છે. જેના બાદ ત્યાં હાજર વરરાજા કન્યાને તેના ખભા ઉપર ઊંચકી અને નદી પાર કરાવી દે છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા લોકો આ વરરાજાના પ્રેમની પ્રસંશા પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મીડિયા દ્વારા મળી રહેલી જાણકારી પ્રમાણે આ વીડિયો બિહારના કિશનગંજમાં દીધલબેંક પ્રખંડ ક્ષેત્રના સીંધીમારી કનકઈ નદીની પાસે પલસા ઘાટનો છે. પોતાની નવી નવેલી દુલ્હનને જયારે વરરાજા તેના ખભા ઉપર ઊંચકે છે ત્યારે ત્યાં હાજર લોકો પણ જોર જોરથી બૂમો પાડવા લાગે છે. જેમાંથી કોઈ એકે આ ઘટનાને વીડિયોમાં કેદ કરી લીધી છે. જેના બાદ સોશિયલ મીડિયામાં આ વીડિયો છવાઈ ગયો છે.

Niraj Patel