લગ્નની અંદર પંડિતજી કન્યાને લેવડાવી રહ્યા હતા વચન, ત્યારે જ વરરાજાએ એવી વાત કહી દીધી કે સૌ કોઈ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા રહે છે, ઘણા વીડિયોની અંદર લગ્નમાં એવા એવા દૃશ્યો જોવા મળે છે જે પેટ પકડીને હસવા માટે પણ મજબુર કરી દેતા હોય છે.  લગ્નની અંદર રીતિ રિવાજોનું પણ ખુબ જ મહત્વ હોય છે, જયારે વર કન્યા ફેરા ફરે છે ત્યારે તેમને લગ્નના સાત વચન બોલાવવામાં આવે છે અને આ સાત વચન તેમને નિભાવવાના હોય છે. ત્યારે આ વચનને લઈને જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પંડિતજીએ કન્યાને કહ્યું કે “તે તેમના પિતાના ઘરે પણ નનહિ જઈ શકે, જો જવું હોય તો તેમના પતિને પૂછવું પડશે.” આના પર વરરાજાએ એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર મહેમાનો અને વીડિયો જોઈ રહેલા યુઝર્સ હસવા લાગ્યા અને સોશિયલ મીડિયામાં પણ આ ઘટના વાયરલ થઇ ગઈ.

વરરાજા અચાનક કહે છે કે “હું કહું છું કે તું (કન્યા) ગમે ત્યારે જજે પણ મારી એક જ શરત છે.” વરરાજા જયારે આટલું બોલે છે કે બધાના કાન આના પર મંડાય છે કે તું શું કહેશે. વરરાજા પોતાની વાત પૂરી કરે છે અને કહે છે કે “મારી શરત છે કે તે ઓછામાં ઓછા એક મહિના માટે જશે.” વરની આ વાત સાંભળીને બધા હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by WeddingPlz.com (@weddingplz)

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 10 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં આ વીડિયોને 6.5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. લગભગ એક હજારથી પણ વધુ સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel