દુલ્હન પહેરાવી રહી હતી વરમાળા ત્યારે જ અચાનકે દુલ્હાએ કર્યુ એવું કે… વીડિયો જોઇ તમે પણ હસી હસીને લોથપોથ થઇ જશો

જ્યારથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ રિલીઝ થઈ છે ત્યારથી તેના ગીતો, ડાન્સ અને ડાયલોગ્સે સોશિયલ મીડિયામાં જોરદાર સનસનાટી મચાવી દીધી છે. આજે લગભગ દરેકની જીભ પર ‘પુષ્પા’નો ડાયલોગ છે. અલ્લુ અર્જુનના ડાન્સ સ્ટેપ્સ પર ઈન્સ્ટાગ્રામ રીલ બની રહી છે. આ દરમિયાન વરમાળા સમયે સ્ટેજ પર એક વર પર ‘પુષ્પા ફિલ્મનો ફીવર જોવા મળ્યો હતો.

જ્યારે દુલ્હન સ્ટેજ પર તેના વરને જયમાલા પહેરાવી રહી હતી, ત્યારે વરરાજાએ પહેરી નહિ અને પુષ્પાનો ડાયલોગ બોલતા કહ્યુ મેં ઝૂંકુંગા નહિ.વરરાજાનું આ વલણ જોઈને દુલ્હનની સાથે સાથે ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટેજ પર જયમાલાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ દરમિયાન, વર-કન્યા હાથમાં માળા લઈને સ્ટેજ પર ઉભા છે. વર-કન્યા પક્ષના લોકો પણ જયમાલાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

તે જ સમયે, કન્યા આગળ વધે છે અને વરરાજાના ગળામાં જયમાળા પહેરવાનો પ્રયાસ કરે છે. પછી વરરાજા જયમાલાને પહેરવાની ના પાડે છે અને પુષ્પા ફિલ્મનો ડાયલોગ બોલે છે.વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજા પણ પોતાના હાથથી અલ્લુ અર્જુનની એક્શન કરે છે. આ જોઈને કન્યા આશ્ચર્યચકિત થઈ જાય છે. આ પછી, કન્યા ફરી એક વાર આગળ વધે છે અને વરરાજાના ગળામાં જયમાળા પહેરાવવાનો પ્રયાસ કરે છે.

જો કે, વરરાજા જયમાલા પહેરતો નથી અને ફરીથી એ જ ડાયલોગ મારે છે. આ વખતે વરરાજા જયમાલાને હાથથી પકડી લે છે. આ જોઈને કન્યા પણ હસી પડે છે.હાલ તો જયારથી પણ પુષ્પા ફિલ્મ રીલિઝ થઇ છે ત્યારથી તે લોકો વચ્ચે ચર્ચામાં છે. ફિલ્મને દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. અર્જુનના ડાયલોગ અને હુક સ્ટેપ્સ પર તો લોકો ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

Shah Jina