જૂનાગઢનો યુવક લઇ આવ્યો પોલેન્ડની સુંદરી, ધામધૂમથી ફરશે ફેરા, આહીર યુવાને રંગ જમાવ્યો… જુઓ તસવીરો

અંબાણીના પ્રિ વેડિંગ વચ્ચે જૂનાગઢનો યુવક લઇ આવ્યો પોલેન્ડની સુંદરી,હિન્દુ વિધિથી થશે લગ્ન – જુઓ ક્યૂટ કપલ

Groom from Junagadh, bride from Poland : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા એવા લગ્નની ખબરો સામે આવતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને આ સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને પ્રેમ ક્યારે અને કોની સાથે થઇ જાય તે પણ નથી નક્કી હોતું. તમે ઘણા એવા લગ્ન વિશે તો સાંભળ્યું જ હશે જ્યાં ભારતના ઘણા યુવાનો સોશિયલ મીડિયા દ્વારા જ વિદેશી યુવતીના પ્રેમમાં પડે છે અને યુવતી પણ ભારત આવીને તેમની સાથે ધામધૂમથી લગ્ન કરે છે.

પોલેન્ડની યુવતી સાથે લગ્ન :

ત્યારે હાલ એક એવી જ ખબર જૂનાગઢમાંથી સામે આવી છે. જ્યાં એક યુવક વિદેશી યુવતીના પ્રેમમાં પડ્યો અને હવે તેની સાથે ધામધૂમથી લગ્ન કરવા માટે જઈ રહ્યો છે. આ યુવકનું નામ છે અજય અખેડ. જે જૂનગાઢ જિલ્લામાં આવેલા ખડિયા ગામમાં રહે છે અને 6 માર્ચ 2024ના રોજ પોલેન્ડની યુવતી એલેક્ઝાન્ડર એલેક્ઝાન્ડ્રા પાહુસ્કા સાથે લગ્ન કરવાનો છે.

આહીર યુવક ભણવા માટે ગયો હતો પોલેન્ડ :

થોડા સમય પહેલા આહીર પરિવારનો દીકરો અજય પોલેન્ડ ભણવા માટે ગયો હતો, જ્યાંથી તેને ગડાંસ બેંકમાં નોકરી મળી હતી અને ત્યાં જ તે સ્થાયી પણ થઇ ગયો હતો. ત્યારે ભણતર અને નોકરી દરમિયાન તેનો પરિચય એલેક્ઝાન્ડ્રા પહુસ્કા સાથે થયો, જે પોલેન્ડની બોઇંગ કંપનીમાં સ્પેશિયલ ટેક્નિશિયન તરીકે કામ કરતી હતી. બંનેની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.

ભારતીય વિધિ અનુસાર થશે લગ્ન :

અજય તેના માતા પિતા જાહીબેન અને પરબતભાઈનો એકનો એક દીકરો હોવાના કારણે તેમની ઈચ્છા હતી કે દીકરાના લગ્ન ભારતીય વિધિ વિધાન અનુસાર થાય. જેથી અજયે એલેક્ઝાન્ડ્રાના પરિવારને વાત કરી અને તે પોતાના પરિવારજનો સાથે લગ્ન કરવા પોલેન્ડથી ભારત આવવા સહમત થયા. ત્યારે હવે જયારે લગ્નની તારીખ નજીક આવી ગઈ છે એ પહેલા એલેક્ઝાન્ડ્રાના મોટા બહેન મોનિકા અને આનના પિતા સ્ટેની સ્લાવ સાથે અહી આવી પહોંચ્યા છે.

ખુબ જ ખુશ છે પોલેન્ડની કન્યા :

અજય અને એલેક્ઝાન્ડ્રાના લગ્ન ગુરુદેવ બાપુની ઝુંપડી ખડિયા મુકામે થવાના છે. ત્યારે એલેક્ઝાન્ડ્રાનું કન્યાદાન ડો. સુભાષ મહિલા કોલેજના કર્મચારી રાયસીભાઈ સિંહાર અને એમના ધર્મપત્ની મનીષાબેન કરશે. છેલ્લા પંદર દિવસથી એલેક્ઝાન્ડ્રા પાહુસ્કા તેમની સાથે છે. તેને દેશી રોટલી, રોટલાં શાકભાજી પસંદ આવી રહ્યા છે. ભારતીય પહેરવેશ ખાસ કરીને આહીરોનો પહેવેશ અને આભૂષણ પણ તેને ખૂબ ગમે છે.

Niraj Patel