...
   

લગ્નની અંદર વરરાજાના મિત્રોએ કર્યા એવા સૂત્રોચ્ચાર કે કન્યાને આવી ગયો જબરદસ્ત ગુસ્સો અને પછી… જુઓ વાયરલ થઇ રહેલા વીડિયોમાં

મિત્રના લગ્નમાં આ વ્યક્તિએ બૂમો પાડી પાડીને કહી એવી વાત કે ગુસ્સામાં લાલ પીળી થઇ ગઈ દુલ્હન… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ખાસ કરીને જયારે વર-કન્યાના મિત્રો દ્વારા મસ્તી મજા કરવામાં આવે ત્યારે એ ઘટના કેમેરામાં કેદ થતા જ તેના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે.

લગ્નમાં જો મિત્રો દ્વારા મસ્તી મજાક ના કરવામાં આવે તો લગ્ન અધૂરા લગતા હોય છે. તમે ઘણા લગ્નમાં મિત્રોને એવા જ મજાક મસ્તી કરતા જોયા હશે. કોઈ વરરાજાને એવી ભેટ આપે છે જેને જોઈને આપણે હસી હસીને બઠ્ઠા વળી જઈએ, તો ઘણા લગ્નમાં વરરાજાના મિત્રો દ્વારા ખૂબ જ હસી મજાક કરવામાં આવતી હોય છે. પણ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે સાવ અનોખો અને પેટ પકડીને હસાવનારો છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે સ્ટેજ પર વર કન્યા ફોટોગ્રાફરને પોઝ આપવા માટે ઉભા છે, ત્યારે જ વરરાજાના મિત્રો કેટલાક સૂત્રોચ્ચાર કરે છે. એક વ્યક્તિ જોર જોરથી ભારત માતા કી જયનો નાદ લગાવે છે, આ ઉપરાંત તે ઘણા બધા નેતાઓના પણ નામ લઈને તેમનો જય ઘોસ કરે છે, આ દરમિયાન દુલ્હનના હાવભાવ જોવા જેવા છે.

વીડિયોમાં દુલ્હને ગુસ્સો આવતો હોય તેમ દેખાઈ રહ્યું છે. આ દરમિયાન વરરાજા પણ મંદ મંદ હસતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ જબરદસ્ત વાયરલ થઇ ગયો અને અત્યાર સુધી તેને 4 લાખ 78 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે તેમજ 65 લાખ કરતા વધારે લોકોએ તેને જોયો છે. ઘણા લોકો આ વીડિયો પર પોતાના પ્રતિભાવ પણ આપતા જોવા મળ્યા.

Niraj Patel