પહેલા લાગ્યુ કે ડાંસ નહિ કરી શકે દુલ્હો, પણ જ્યારે શરૂ કર્યો તો દુલ્હન પણ થઇ ગઇ ફેલ- જુઓ વીડિયો

પહેલા નાચતા શરમાઇ રહ્યો હતો દુલ્હો, જ્યારે કર્યો ડાન્સ તો દુલ્હન પણ રહી ગઇ હેરાન

ઇન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જ્યાં બધી રીતના વીડિયો વાયરલ થતા રહે છે. પરંતુ આ બધામાં લોકોનું સૌથી વધારે જો ધ્યાન ખેંચે તો તે હોય છે લગ્નના વીડિયો. સોશિયલ મીડિયાના જમાનામાં કયો વીડિયો ક્યારે વાયરલ થઇ જાય તેની ખબર જ નથી રહેતી. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં વર-કન્યા ડાન્સ કરતા જોવા મળે છે.

પહેલા તો વરરાજા ડાન્સ કરતા શરમાઈ જાય છે. જ્યારે તે ડાન્સ કરવા લાગે છે ત્યારે દુલ્હન પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને વરરાજા સામે બધાનો ડાન્સ ફેઈલ થઈ જાય છે. દુલ્હો અને દુલ્હન રાંઝણા ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

એવું લાગે છે કે બંનેએ મહિનાઓ સુધી ડાન્સની પ્રેક્ટિસ કરી છે અને જ્યારે તક મળી ત્યારે તેઓએ સ્ટેજ પર ધમાલ મચાવી દીધી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વર-કન્યા સ્ટેજ પર ફિલ્મ ‘રાંઝણૈ’ના ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વર-કન્યા ડાન્સ માટે સ્ટેજ પર આવે છે.

ગીત ચાલુ થાય ત્યારે પહેલા તો વરરાજા શરમાય છે અને તેને જોઈને લાગે છે કે તે ડાન્સ કરી શકશે નહીં. પણ પછી તે જે રીતે સ્ટેજ પર ડાન્સ કરવાનું શરૂ કરે છે, તેનો ડાન્સ જોઈને તાલમાં નાચતી દુલ્હન પણ ચોંકી જાય છે. આ વિડિયો indian_dancefederation નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

Shah Jina