વિદેશી દુલ્હાએ ‘લોલીપોપ લાગેલૂ’ ગીત પર કર્યો એવો ધમાકેદાર ભોજપુરી ડાન્સ કે તમે પણ જોઇને રહી જશો હેરાન- જુઓ વીડિયો

ઠંડી હોય કે ગરમી, વરસાદ હોય કે પછી તડકો, બધી જ મોસમમાં લોકો લગ્ન કરે છે. આ દરમિયાન જાનમાં સામેલ થવાવાળા લોકો કોઇની પણ પરવાહ કર્યા વગર ખૂબ ડાન્સ કરવાનું પસંદ કરે છે. લગ્નમાં જો ડાંસનો માહોલ ન હોય તો તે લગ્ન ફીક્કા-ફીક્કા લાગે છે. ના માત્ર બારાતી પરંતુ દુલ્હા પણ પોતાના લગ્નમાં ડાન્સ કરતા જોવા મળે છે. આ ઉપરાંત દુલ્હન પણ પોતાના લગ્નમાં ઘણુ જ એન્જોય કરે છે. તે પણ ડાન્સ કરવામાં કોઇ કસર બાકી રાખતી નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

જેમાં દુલ્હો અને દુલ્હન બંને ડાન્સ ફ્લોર પર ધમાલ મચાવતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દુલ્હનનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કપલ ભોજપુરી ગીત સાંભળતા જ ડાંસ કરવા માટે બેકરાર થઇ જાય છે. જણાવી દઇએ કે, દુલ્હો વિદેશી છે અને દુલ્હન દેશી છે. ભોજપુરીનું સૌથી પોપ્યુલર ગીત લોલીપોપ લાગેલૂ ગીતનું લિરિક્સ સાંભળતા જ દુલ્હન ઝૂમી ઉઠે છે, અને ડાંસ કરવા લાગે છે.

જો કે, દુલ્હો પણ બિલકુલ દીવાનો થઇને ડાન્સ કરે છે. મજા તો ત્યારે આવે છે જ્યારે દુલ્હો ઘૂંટણ પર બેસી જાય છે અને દેશી અંદાજમાં કમર મટકાવે છે. ત્યાં દુલ્હન પણ ઘણી એનર્જી સાથે ડાંસ કરે છે. દુલ્હા અને દુલ્હને ભોજપુરી અંદાજમાં એવો ધમાકેદાર ડાંસ કર્યો કે ત્યાં હાજર લોકો જોતા જ રહી ગયા. બંનેએ કોઇની પણ પરવાહ કર્યા વગર ઘણી મસ્તી કરી. કપલનો ડાંસ જોઇ લગ્નમાં આવેલા લોકોના ચહેરા પર પણ મુસ્કાન આવી ગઇ.

 

View this post on Instagram

 

A post shared by By Shubh & Shubham (@shubhmakeup)

સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને shubhmakeup નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે અને ઘણા યુઝર્સ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

Shah Jina