જીજાએ સાળી પાસે બધાની સામે માંગી લીધી 5-5 કિસ, જુઓ પછી દુલ્હને શું કર્યુ
સોશિયલ મીડિયા પર લગ્નના અલગ-અલગ વીડિયો લગભગ દરરોજ વાયરલ થાય છે. ક્યારેક વર-કન્યાના ડાન્સનો વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવે છે, તો ક્યારેક દુલ્હનના ગુસ્સાનો ફની વીડિયો ઘણો ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે કોઈ દુલ્હાને તેની જ કન્યાની સામે તેની સાળી પાસેથી કિસ માંગતો જોયો છે ? સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમ તો જીજા-સાળીનો સંબંધ મજાકિયો માનવામાં આવે છે.
પરંતુ જીજા-સાળીનો આ વાયરલ વીડિયો જોઇ તમે પણ તમારી હસી નહિ રોકી શકો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, દુલ્હા-દુલ્હન સાથે બેઠેલા છે. તેમની આસપાસ બીજા લોકો પણ બેઠેલા છે. ત્યારે દુલ્હો બધાની જ સામે તેની સાળી પાસે કિસ માંગે છે. દુલ્હો તેના શાયરાના અંદાજમાં સાળી પાસે કિસ માંગે છે અને તેની વાત પર દુલ્હનની સાથે સાથે બીજા લોકો પણ હસી ઉઠે છે.
જો કે, દુલ્હાની કિસ માંગવાવાળી વાત પર સાળીનું રિએક્શન જોવાલાયક છે. તે શાયરી સાંભળતા જ શરમાઈ જાય છે. તમને જણાવી દઈએ કે જીજા-સાળીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર witty_wedding પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે હવે આગળનો છંદ ત્યારે સંભળાવીશ જ્યારે 5 પપ્પી દેશે સાળી. આ વાયરલ વીડિયો પર યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે.
View this post on Instagram
આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે સુપર ભાઈ. ત્યાં અન્ય એક યુઝરે હસતા ઇમોજી સાથે લખ્યું, ‘સો ક્રિપી’. વાયરલ વિડિયોમાં જોવા મળે છે કે જ્યારે વર તેની સાળીને કિસ કરવા કહે છે, ત્યારે સાળઈ સમજી શકતી નથી. શરૂઆતમાં તે હસે છે અને શરમાય છે. જીજા-સાળીનો સંબંધ ઘણો જ ખૂબસુરત હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક આ લોકો આ સંબંધની મર્યાદા ભૂલી જાય છે. ઘણુ જરૂરી છે કે આપણે બધા સંબંધની મર્યાદા રાખી આગળ વધીએ.