પોલિસ કમિશનર રાકેશ અસ્થાનાએ ગ્રીષ્મા વેકરિયાના એક કામથી ખુશ થઇને કરી હતી પ્રોત્સાહિત

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતની અંદર એક ખુબ જ દુઃખદ ઘટના ઘટી હતી, જેમાં 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની ફેનિલ ગોયાણી નામના યુવકે ગળું કાપીને હત્યા કરી નાખી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. ગ્રીષ્માની હત્યા બાદ તેના વિશેની બધી માહિતી લોકો જાણવા માટે ઉત્સુક બન્યા અને ગ્રીષ્માની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ. ત્યારે હાલમાં જ ગ્રીષ્માની કોલેજની અંદરના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ગ્રીષ્મા કોલેજની અંદર ખીલખીલાટ કરતી જોવા મળી રહી છે. ગ્રીષ્માનો આ વીડિયો જોઈને ઘણા લોકો ભાવુક પણ થઇ રહ્યા છે.

ત્યારે આ બધા વચ્ચે એક એવી વસ્તુ સામે આવી જે ખરેખર ખૂબ જ સરસ છે. ગ્રીષ્મા પોલિસ અધિકારી બનવા માંગતી હતી અને તેણે સ્કૂલમાં પોલિસ કેડેટના પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. ત્યારે સુરતના તત્કાલિન પોલિસ કમિશનર રાકેશ અસ્થાના અને જોઇન્ટ પોલિસ કમિશનર આશિષ ભાટિયાએ અને નિપૂર્ણા તોરવણેએ પ્રમાણપત્રો આપ્યા હતા. ગ્રીષ્માએ સ્કૂલમાં સ્ટુડન્ પોલિસ ક્રેડેટમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.

રાકેશ અસ્થાના અને નિપૂર્ણા તોરવણેએ ગ્રીષ્માને પ્રમાણપત્ર આપ્યું હતું, જે બાદ આશિષ ભાટીયાએ પણ પ્રમાણપત્ર આપી ગ્રીષ્માને પ્રોત્સાહિત કરી હતી.ઉલ્લેખનીય છે કે, ગ્રીષ્માનુ પોલિસ અધિકારી બનવાનુ જે સપનું હતુ તેને ફેનિલે ચૂર ચૂર કરી દીધુ. ગ્રીષ્માના ઘરે પોલીસે તપાસ કરી અને પરિવારજનોના નિવેદનો લીધા ત્યારે ગ્રીષ્માને મળેલા સર્ટિફિકેટ્સ જોઇ પોલીસમાં પણ ગમગીની જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં તેનું સમ્માન કરવામાં આવ્યુ હતુ.

જણાવી દઇએ કે 12 ફેબ્રુઆરીની સાંજે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાના ઘર પાસે જ તેનુ ગળુ કાપી જાહેરમાં જ હત્યા કરી દીધી હતી. તે બાદ પોતે હાથની નસ કાપી અને ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે સારવાર બાદ તે સાજો થઈ જતાં પોલીસે તેને કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરી હતી. હાલ તો આરોપી ફેનિલ વિરૂદ્ધ 2500 પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.

Shah Jina