સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગ્રીષ્માની 11 તસવીરો, પરિવાર માટે આખી જિંદગીનું સંભારણું બની જશે, જોઈને તમે પણ ભાવુક થઇ જશો

આપણા ગુજરાતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસમાં ગઈકાલે કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી. સજા શું થશે તે બાબતે આજની બંને વકીલોની દલીલો પૂર્ણ થઈ છે. સુરત કોર્ટ દ્વારા હવે આગામી 26 તારીખ આપવામાં આવી છે. તેથી આગામી 26 તારીખે ચુકાદો આવે તેવી પૂરી શક્યતા છે. હવે આગામી 26 તારીખે કોર્ટ આરોપી ફેનિલની સજાને લઈને શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં ફેનિલ નામના નરાધમ યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી દીધી હતી. જેનો રોષ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માના માતા-પિતાના રડી રડીને આંસુઓ સુકાઈ નથી રહ્યા, આજે તેની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત થઇ રહ્યા હતા. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

ત્યારે હવે ગ્રીષ્માની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે તેના પરિવાર માટે અંતિમ સંભારણા રૂપ બની ગઈ છે. આ તસવીરોમાં ગ્રીષ્માનો હસતો ચહેરો જોવા મળી રહ્યો છે જે હવે ફરી ક્યારેય જોવા નહીં મળે. એક પાપી નરાધમેં ગ્રીષ્માનું ગળું કાપીની હત્યા કરી નાખી અને એનો રોષ દરેક વ્યક્તિમાં જોવા મળી રહ્યો છે.

ગ્રીષ્મા તેના પરિવારની ખુબ જ લાડકી દીકરી હતી, તેના પપ્પા આફ્રિકામાં હતા અને તે પોતાની માતા સાથે સુરતમાં રહેતી હતી. તે પોતાના પરિવાર સાથે ફરવા પણ જતી હતી, જ્યાં તેને પોતાની તસવીરો ક્લિક કરાવી હતી, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ગ્રીષ્માની એ 11 તસવીરો દરેક વ્યક્તિને તેની યાદ અપાવી રહી છે.

દરેક માતા પિતા માટે તેમની દીકરી વ્હાલનો દરિયો હોય છે, જીવ કરતા પણ વ્હાલી હોય છે, પરંતુ આ દીકરી જો અકાળે દુનિયા છોડીને ચાલી જાય તો માતા પિતાની શું હાલત થાય તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. અને તેમાં પણ જો કોઈ નરાધમ દીકરીને પીંખી નાખે, તેની હત્યા કરી નાખે તો માતા-પિતા જીવતે જીવ જાણે મોતને ભેટ્યા હોય તેવું અનુભવે. હાલ ગ્રીષ્માના પરિવાર અને તેના માતા-પિતાના માથે એવું જ દુઃખ મંડરાઈ રહ્યું છે.

ગ્રીષ્મા તેના પરિવારની ખુબ જ લાડકી દીકરી હતી, તે જે કોઈ વસ્તુ ઉપર હાથ મૂકે તેને તેના માતા-પિતા આપવાતાં હતા. ગ્રીષ્માના સપના પણ ખુબ જ ઊંચા હતા, તે પોલીસ ઇન્સ્પેકટર બનવા માંગતી હતી. ગ્રીષ્માએ તલાટી મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ફોર્મ પણ ભર્યું હતું અને તેના માટે થઈને તે રોજ સવારે 4 વાગે ઉઠીને તૈયારીઓ પણ કરતી હતી.

ગ્રીષ્માના માતા-પિતા દિવ્યાંગ છે. ગ્રીષ્માનો જન્મ  22 ડિસેમ્બર 2001ના રોજ સુરતમાં થયો હતો. ગ્રીષ્મા કામરેજના પાસોદરામાં લક્ષ્મી ધામ સોસાયટીમાં રહેતી હતી. તેના પિતા નોકરી અર્થે આફ્રિકા રહેતા હતા. ગ્રીષ્માએ ધોરણ 1થી 12નો અભ્યાસ જેબી ડાયમંડ સ્કૂલમાં કર્યો હતો.  અને કોલેજનો અભ્યાસ જે.જે. શાહ  કોલેજમાંથી કર્યો હતો.

આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રીષ્માની અંતિમ યાત્રા તેના ઘરેથી નીકળી સ્મશાન પહોંચી, જ્યાં ગ્રીષ્માના પાર્થિવ દેહને તેના ભાઈએ મુખાગ્નિ આપી હતી. ગ્રીષ્માના ભાઈએ બહેનના લગ્નની અંદર જે હાથે જવ-તલ હોમવાના સપના જોયા હતા એ જ હાથથી બહેનની ચિતાને મુખાગ્નિ આપવી પડે તેનું દુઃખ ભાઈના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

ગ્રીષ્માનો નાનો ભાઈ ધ્રુવ મુખાગ્નિ આપ્યા બાદ રીતસરનો ભાંગી પડ્યો હતો. જેના બાદ ધ્રુવને તાત્કાલિક અશ્વિનીકુમાર સ્મશાન ભૂમિમાંથી ઘરે મોકલી દેવો પડ્યો હતો. ગ્રીષ્મા કરતા તેનો ભાઈ ચાર વર્ષ નાનો છે. હાલ તેની ઉંમર માત્ર 17 વર્ષની છે. આ ઉંમરે પોતાની મોટી બહેનની ચિતાને મુખાગ્નિ આપવી પડશે તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી.

જયારે ફેનિલે ગ્રીષ્માના ગળા ઉપર ચાકુ મૂક્યું ત્યારે ધ્રુવ પણ સામે જ ઉભો હતો. પોતાની બહેનને બચાવવા જતા નરાધમ ફેનિલે ધ્રુવ ઉપર પણ હુમલો કરીને તેને પણ ઈજાઓ પહોંચાડી હતી, ધ્રુવને માથા, પગ અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેના બાદ તેની સારવાર પણ કરાવવી પડી હતી. આજે બહેનને મુખાગ્નિ આપી રહ્યો હતો ત્યારે પણ તેની ઈજાઓ ઉપર બાંધેલા પાટા જોવા મળી રહ્યા હતા.

ગ્રીષ્માની અંતિમ યાત્રાની લઈને આખી સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે, મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવી રહી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આખા વિસ્તારની અંદર જિલ્લા પોલીસનો કાફલો ખડેપગે ઉભો છે. તો સુરત બોર્ડરથી અશ્વિની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. તો ઘણા ખાનગી વાહનો ઉપર ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપતા અને તેની અંતિમ યાત્રામાં જવાના પોસ્ટર લાગેલા છે.

ગ્રીષ્માની અંતિમ યાત્રા શરૂ થતા પહેલા પણ ઘણા ભાવુક કરી દેનારા દૃશ્યો સર્જાયા હતા, ગ્રીષ્માના પાર્થિવ દેહને તેના માતા-પિતા છોડવા માટે તૈયાર નહોતા, તેને બાથ ભરીને આક્રંદ કરી રહ્યા હતા, ગ્રીષ્માના માતા પિતાનું આવું હૈયા ફાટ રુદન જોઈને ત્યાં ઉપસ્થિત સૌ લોકોની આંખોમાં પણ આંસુઓ આવી ગયા હતા.

ગ્રીષ્માના પરિવાર દ્વારા આરોપી ફેનિલને ફાંસીના માચડે ચઢાવી દેવાની માંગણી કરવામાં આવી છે તો લોકો પણ આરોપીને ફાંસી થાય તેવી માંગ કરી રહ્યા છે. સ્મશાનમાં આવેલા લોકોએ પણ ગ્રીષ્માના હત્યારાને ફાંસી થાય તેવી માંગણી કરી હતી, ઘણા લોકોએ તો ગ્રીષ્માને જે જગ્યાએ રહેંસી નાખવામાં આવી તે જ જગ્યાએ ફાંસી જાહેરમાં આપીને કડક દાખલો બેસાડવાની માગ કરી હતી.

Niraj Patel