ગ્રીષ્માના પિતાએ ઠાલવ્યુ દુ:ખ ! મારી દીકરીને PSI બનવુ હતુ, તેણે કરાટેની પ્રોફેશનલ ટ્રેનિંગ પણ…

ગુજરાત રાજયના સુરત શહેરના બહુ ચર્ચિત એવા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલ ગોયાણીના પોલિસે કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ત્યારે ગઇકાલના રોજ પોલિસે ફેનિલ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યુ હતુ અને તે બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા ફેનીલે કર્યા હતા. ત્યારે હવે ગ્રીષ્માના પિતા પણ મીડિયા સામે આવ્યા છે અને તેમને પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે ગ્રીષ્માના પિતાએ જણાવ્યુ કે, તેમને ડાયમંડ કંપની તરફથી ઓફર થઇ હતી અને તેના માટે તેઓ 7 મહિના પહેલા આફ્રિકા ગયા હતા. આફ્રિકા ગયા તે બાદથી ઘટના બની ત્યાં સુદી તેમની વાત દીકરી ગ્રીષ્મા સાથે રોજ સવાર સાંજ વીડિયો કોલથી થતી હતી અને ઘટનાના દિવસે પણ તેમની વાત થઇ હતી, ત્યારે ગ્રીષ્માએ સૌ પહેલા પૂછ્યુ હતુ કે પપ્પા તમે જમ્યા કે નહિ ?

ગ્રીષ્માના પિતા અનુસાર તેને PSI બનવુ હતુ અને તેના માટે NCCના 2 વર્ષ ક્લાસ પણ કર્યા હતા. તેણે કરાટેની પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી હતી, પરંંતુ એ દિવસે તે ઘણી ગભરાઇ હતી તેવું ગ્રીષ્માના પિતાને લાગ્યુ હતુ. આવું એ કારણથી કેમ કે આરોપી ફેનિલે સૌથી પહેલા તો આવીને તેના મોટા પપ્પા અને ભાઇને છરી વડે ઇજાગ્રસ્ત કર્યા હતા અને તે બાદ તે ગ્રીષ્માને ગેટ પાસે ઢસેડી લઇ ગયો હતો. જે બાદ ગ્રીષ્મા પોતાના બચાવ માટે કંઇ કરી શકી ન હતી.

ગ્રીષ્માના પિતાએ આગળ વાત કહેતા જણાવ્યુ હતુ કે, ફેનીલે ગ્રીષ્માના ગળા પર છરી રાખી હોવાથી કોઇ તેની મદદ પણ કરી શક્યુ ન હતુ. ગ્રીષ્માના પિતા અનુસાર, સોસાયટીમાં મોટાભાગના લોકો હીરાના વ્યવસાયમાં હોવાથી કામ પર જાય છે અને જે પબ્લિક હતી તે રોડની હતી. ગ્રીષ્માના પિતાએ કહ્યુ કે, સોસાયટીમાં તેઓ 5 વર્ષ પ્રમુખ રહ્યા છે અને તેમને એટલો વિશ્વાસ છે કે જો સોસાયટીનો કોઈ પણ પુરુષ હોત તો તે મારી દીકરી ગ્રીષ્માને બચાવવા માટે પુરતો પ્રયાસ કરતા.

આ બાદ યુવાનોને તેણે મેસેજ આપતા કહ્યુ કે, સોસાયટીના નાકે જે લોકો બેસી રહે છે તે લોકોની ગંદકી વહેલી તકે નાબૂદ થવી જોઈએ. આ ઉપરાંત જો કોઈ હેરાન કરતું હોય તો પોલિસ કેસ કરવાથી પિતાની ઈજ્જત જશે તેવો ડર દીકરીઓને સતાવતો હોય છે. મારા લગ્ન થશે ત્યારે લોકો ખરાબ વાતો કરશે તેવો ડર પણ હોય છે. જેથી દીકરી તેના બાપને કહી નથી શકતી. પરંતુ આવા તત્ત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ, જે માટે નવા કાનૂન બનાવવા જોઈએ.

આ ઉપરાંત તેમણે છેલ્લે માતા-પિતાને સલાહ આપતા કહ્યુ કે, તેમના બાળકોના મિત્રો કોણ છે?, તેઓ કોની સાથે રહે છે ? કોલેજમાં શું કરે છે? આ બધી બાબતોની તેમને જાણ રાખવી જોઇએ. રાત્રે જમીને ઘરેથી નિકળ્યા પછી તમારો દીકરો કોની સાથે બેસે છે, કોની સાથે નહિ અને કોની સાથે ફરે છે તેવું ધ્યાન પણ રાખવું જોઇએ.  જો તમે વ્યસ્ત હોવ તો પણ થોડો સમય તો કાઢવો અને બાળકો સાથે વાતચીત કરવી અને તેમની સાથે સમય પણ પસાર કરવો જોઇએ. જેથી આવી કલંકરૂપ ઘટનાઓ ન બને.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina