ગ્રીષ્માની એક ભૂલ તેને જ પડી ગઈ ભારે, જો તેની સાથે આ ઘટના ના બની હોત તો ફેનિલ સાથે ક્યારેય તેની ઓળખાણ જ ના થઇ હોત, જાણો શું છે હકીકત ?

સુરતના બહુ ચર્ચિત હત્યાકેસમાં રોજ એક પછી એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરીયા નામની એક 21 વર્ષીય યુવતીની છરાથી ગળું કાપીને નરાધમ ફેનિલ ગોયાણી નામના યુવાને હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ પોલીસ પણ ખુબ જ ઝડપી તપાસ આરંભી દીધી છે. ગ્રીષ્માના પરિવાર સાથે સામાન્ય લોકો પણ આરોપીને ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યા છે.

ગ્રીષ્માની હત્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેના બાદ લોકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ વીડિયોની અંદર ફેનિલ ગોયાણી નામનો હત્યારો ગ્રીષ્મા વેકરીયાના ગળાના ભાગે ધારધાર છરો મૂકીને જોવા મળી રહ્યો છે, તેમજ થોડીવારમાં જ તે ગ્રીષ્માનું ગળું કાપી નાખે છે.

ત્યારે આ મામલામાં વધુ એક ખુલાસો પણ સામે આવ્યો છે. ગુજરાત મિત્ર મીડિયાના રિપોર્ટ અનુસાર ગ્રીષ્માને કોઈ છોકરો હેરાન કરી રહ્યો હતો,  જેનાથી છુટકારો મેળવવા માટે ગ્રીષ્માએ ફેનિલની મદદ લીધી હતી, પરંતુ તેને ખબર નહોતી કે જેની તે મદદ લઇ રહી છે. તે જ તેનો કાતિલ પણ બની જશે. આ વાત ગ્રીષ્મા જ્યારે અમરોલી કોલેજમાં ભણતી હતી તે સમયની છે.

ગ્રીષ્માની કોલેજમાં એક છોકરો તેની  છેડતી કરતો હતો. જેના કારણે ગ્રીષ્મા પણ ત્રાસી ગઈ હતી, અને બાદમાં તેને ફેનિલની મદદ લીધી હતી. ફેનિલે તે યુવકને ધાક ધમકી આપી હતી અને આ રીતે તેને ગ્રીષ્માની મદદ કરી થી. જેના બાદ જયારે પણ ફેનિલ ગ્રીષ્માને સામે મળતો હતો ત્યારે તે સ્વાભાવિક આવકાર આપતી હતી.

પરંતુ આ રીતે ફેનિલની મદદ લેવી ગ્રીષ્માને ભારે પડી ગયું અને ઉલટું ફેનિલ જ ગ્રીષ્માને હેરાન કરવા લાગ્યો. જેના બાદ જે થયું તે સૌની સામે છે. 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ બનેલો ફેનિલ ગ્રીષ્માના ઘરની બહાર પહોંચી ગયો અને સોસાયટીના ગેટ સામે જ ગ્રીષ્માના ભાઈ અને માતાની સામે જ તેને ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી નાખી.

રિમાન્ડ બાદ પોલીસ ફેનિલને રિકન્સ્ટ્રક્શન માટે લઇ ગઈ હતી જેમાં ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો જેના બાદ તે તેના મિત્ર સાથે અમરોલી વુસ્ટરમાં આવેલી ગ્રીષ્માની કોલેજ ઉપર ગયો હતો અને પછી તે એકલો જ ગ્રીષ્માના ઘરે આવ્યો હતો. જે જગ્યાએ ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી તે જગ્યાએ પણ તેને લઇ જવામાં આવ્યો હતો.

જયારે ફેનિલને ગ્રીષ્માના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવા લાવવામાં આવ્યો હતો ત્યારે તેને જોઈને ગ્રીષ્માના પરિવારમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે. આ સમગ્ર રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો.

ફેનિલને રિકન્સ્ટ્રક્શન દરમિયાન સૌ પ્રથમ કામરેજ પોલીસ સ્ટેશનથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ મિત્રના કાફે લઈ જવામાં આવ્યો, જેના બાદ અમરોલી વિસ્તારમાં જ્યાં ચપ્પુ લીધું હતું ત્યાં લઈ જવામાં આવ્યો, ત્યાંથી અમરોલી વિસ્તારમાં યુવતીની કોલેજ અને છેલ્લે પાસોદરા ખાતે જ્યાં યુવતીની હત્યા કરવામાં આવી ત્યાં લાવવામાં આવ્યો. જ્યાં વીડિયોમાં જે રીતે ચપ્પુ ગળાના ભાગે રાખે તે રીતે ડેમો કરાવવામાં આવ્યો હતો.

ફેનિલ ગોયાણીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જેના બાદ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં વિવિધ મુદ્દાઓને લઈને કોર્ટમાં તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પોલીસ આરોપી ફેનિલ ગોયાણીને લઈને કઠોર કોર્ટમાં પહોંચી હતી, જ્યાં પોલીસ દ્વારા વિવિધ મુદ્દા માટે રિમાન્ડ મંગાવામાં આવ્યા હતા.

Niraj Patel