મેં એને ઉભા ઉભા ગળું કપાતા જોઈ છે, ગળામાંથી લોહીનો ધોધ વહેતો હતો….દીકરીની હત્યા બાદ છલકાયું પરિવારનું દર્દ

સુરતમાં થયેલ ગ્રીષ્મા વેકરીયાની હત્યાને આજે એક અઠવાડિયું પૂર્ણ થઇ ગયું છે. ગત શનિવારે 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્માની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ લોકોમાં પણ ખુબ જ રોષ જોવા મળી રહ્યું છે અને આ ઘટનાને એક અઠવાડિયું વીત્યા બાદ પણ પરિવારના અણુસો હજુ સુકાઈ નથી રહ્યા.

આ ઘટનાને લઈને બીબીસી મીડિયા દ્વારા ગ્રીષ્માના પરિવાર સાથે વાત કરવામાં આવી હતી. જેમાં ગ્રીષ્માના ફોઈ રાધાબેન દ્વારા પણ આ ઘટના બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે “અમારી દીકરીને પુરેપુરો ન્યાય મળવો જોઈએ. જેથી આવા નરાધમો બીજીવાર આંખ ઉઠાવીને જુએ નહીં અને દેશની કોઈપણ દીકરી આનો ભોગ ના બને.”

તેમને વધુમાં જણાવ્યું હતું કે, “સુરક્ષિત કઈ રીતે રહી શકશે અમારી છોકરીઓ. કે સરકાર એને પુરે પુરી સુરક્ષા આપશે ત્યારે. એને અભ્યાસ કરવા કઈ રીતે જવું ? આવા બનાવો બન્યા રાખશે તો. બેનર તો સરકાર લગાવે છે “બેટી બચાઓ, બેટી પઢાઓ” જો આવા જ બનાવ બને તો એ બેનર ઉતારી લો. સુત્રોચાર કરવાનું બંધ કરી દો.”

ગ્રીષ્માના માતા વિલાસબેને જણાવ્યું કે, “મેં એને ઉભા ઉભા ગળું કપાતા જોઈ છે, ગળામાંથી લોહીનો ધોધ વહેતો હતો, મારી સામે. મારી છોકરીનો કોઈ વાંક નહોતો !” બોલતા બોલતા જ ગ્રીષ્માની માતાની આંખોમાંથી ધડ ધડ આંસુઓ વહેવા લાગ્યા હતા. એમને જણાવ્યું કે “એનું મને બહુ બધું યાદ આવે છે.”

ગ્રીષ્માની મમ્મી આ હત્યાને લઈને જણાવી રહ્યા છે કે, “મારે કઈ નહિ મારે ન્યાય જોઈએ. મારી છોકરી માટે, કાપી નાખી એને. નિર્દોષ મારી છોકરીનો કોઈ વાંક નહોતો. બીજું હું કોઈને કઈ કહેવા નથી માંગતી મારે ફક્ત ન્યાય જોઈએ. મેં એને મારી આંખો સામે ગળું કપાતા જોઈ છે, મેં બધાને બૂમો પાડી કે કોઈ તો મારી દીકરીને બચાવો, કોઈક તો દવાખાને લઈને જાવ.” આટલું બોલીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ગયા.

Niraj Patel