BREAKING : સુરતમાં ગ્રીષ્માનું જાહેરમાં ગળું ચીરનાર ફેનિલને સજાની સુનાવણી ટળી, કારણ સાંભળીને મગજ ઘૂમી જશે

ગુજરાતના સુરતમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ફેનિલ ગોયાણી નામના નરાધમે ગ્રીષ્મા વેકરિયા નામની યુવતિની એકતરફી પ્રેમમાં ગળુ કાપી હત્યા નિપજાવી દીધી હતી. આ કેસમાં પોલિસ દ્વારા આરોપી વિરૂદ્ધ ઝડપથી ગણતરીના દિવસોમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો. આ કેસમાં છેલ્લા ઘણા સમયથી ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહી હતી જે બાદ આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં શનિવારના રોજ આરોપી ફેનીલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. આ કેસમાં આજે ચુકાદો આવવાનો હતો પરંતુ આરોપીના વકીલ ગેરહાજર રહેતા કોર્ટે આગામી સુનાવણીની તારીખ 21 એપ્રિલના રોજ મુલતવી રાખી છે.

આ કેસમાં સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી માંગ પણ કરવામાં આવી છે. ફેનિલ ગ્રીષ્માને એકતરફી પ્રેમ કરતો હતો અને તેને કારણે તે સતત તેનો પીછો પણ કરતો હતો. આ વાત ગ્રીષ્માને પસંદ ન હતી, માટે તેણે આ વાતની જાણ પરિવારને પણ કરી હતી. ત્યારે 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઇ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે ફેનિલે તેમની સાથે માથાકૂટ કરી અને ગ્રીષ્મા જયારે વચ્ચે બચાવમાં પડી તો તેણે તેનું ગળુ કાપી જાહેરમાં તેની હત્યા કરી નાખી.

ઉલ્લેખનીય છે કે, આ દરમિયાનના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા હતા. આ ઘટનામાં સમગ્ર ગુજરાતમાંથી એવી માંગ ઉઠી રહી છે કે હત્યારાને કડકમાં કડક સજા થવી જોઇએ. જણાવી દઇએ કે, આ કેસમાં 6 એપ્રિલે બંને પક્ષની દલીલો પૂર્ણ થઇ હતી જે બાદ સરકારી વકીલ નયનભાઈ સુખડવાળાના સમગ્ર કેસ અને કોર્ટની ટ્રાયલ અંગે જણાવ્યું હતું કે આ કેસની ન્યાયી કાર્યવાહી સુરતના મુખ્ય ન્યાયાધીશ વીમલ કે વ્યાસ સાહેબના કોર્ટમાં પૂર્ણ થઈ હતી.

આ કેસમાં ડે ટુ ડે ટ્રાયલ ચાલી રહ્યુ હતુ અને ફરિયાદ પક્ષ તરફથી 100 જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ 100 જેટલા સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. આ ઉપરાંત આરોપી ફેનિલ ગોયાણીને ફર્ધર સ્ટેટમેન્ટમાં 900થી ઉપરાંત સવાલો પણ પૂછવામાં આવ્યા. 355 પાનાનું ફર્ધર સ્ટેટમેન્ટ પણ આરોપીનું હતું જે બાદ બંને પક્ષોની દલીલ શરૂ થઈ અને તે એક અઠવાડિયા સુધી ચાલી હતી. આજે સંભવત: આ કેસનો ચુકાદો આવવાનો હતો, પરંતુ આરોપીના વકીલ ગેરહાજર રહ્યા હતા,જેને કારણે કોર્ટે 21 તારીખ સુધી આ કેસની સુનાવણી મુલતવી રાખી છે.

Shah Jina