ગ્રીષ્મા કેસમાં હત્યારો ફેનિલ ગોયાણી ફાંસીના માંચડે કે નહિ ? 85 સાક્ષીઓને ડ્રોપ કરીને કરવામાં આવી આ કાર્યવાહી

સુરતમાં ગત મહિને 12 ફેબ્રુઆરીના રોજ થયેલ માસુમ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીના માંચડે ચઢાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ કેસની અંદર તમામ સાક્ષીઓએ ફેનિલની વિરુદ્ધમાં જુબાની આપી હતી. ગત રોજ એફએસએલના અધિકારીઓની અધૂરી રહેલી જુબાની પૂર્ણ કર્યા બાદ સરકારપક્ષનો પુરાવો પણ પૂર્ણ થયો હતો.

ત્યારે આ મામલે હવે મુખ્ય જિલ્લા સેશન્સ જજ વિમલ કે. વ્યાસે આરોપી ફેનિલના ફર્ધર સ્ટેટમેન્ટ તથા ત્યારબાદ 30મી માર્ચથી આ કેસમાં સરકારપક્ષ અને બચાવપક્ષની દલીલોનું અંતિમ સ્ટેજ હાથ ધરવામાં આવશે. હત્યારા ફેનિલે તેની માનેલી બહેનને ઇન્સ્ટાગ્રામમાં ગ્રીષ્માની હત્યા કર્યા બાદ “પેલીને મારી નાખી છે.” એવો મેસેજ પણ કર્યો હતો, જે અંગે એફએસએલના અધિકારીઓની વધુ જુબાની લેવામાં આવી હતી.

ગત રોજ કોર્ટમાં એફએસએલના અધિકારીઓ દ્વારા હત્યાની વાયરલ થયેલી વીડિયો કિલપ સાચી હોવાની જુબાની આપવામાં આવી હતી. એફએસએલના અધિકારીઓને સાક્ષી તરીકે તપાસ્યા બાદ બચાવપક્ષના વકીલે બંને સાક્ષીઓની ઉલટ તપાસ પણ હાથ ધરી હતી.

ત્યારે હવે આ મામલામાં 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની પૂર્ણ કર્યા બાદ 85 સાક્ષીઓને ડ્રોપ કરવામાં આવ્યા હતા અને સરકારપક્ષના પુરાવા અંગે ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી. જેના બાદ કોર્ટની વધુ કાર્યવાહી 29 માર્ચના રોજ રાખવામાં આવી છે. 29 માર્ચના રોજ હત્યારા ફેનિલને એફ.એસ.ફર્ધર સ્ટેટમેન્ટ લેવાશે.

જેના બાદ 30 માર્ચથી આ કેસની ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરીને સરકારપક્ષ તથા બચાવપક્ષની દલીલો અને તેના સમર્થનમાં ઉચ્ચત્તમ અદાલતોના પ્રસ્થાપિત ચુકાદાના તારણો રજૂ કરશે. ત્યારે હવે ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીને જલ્દી જ સજા મળે તેવી  ગ્રીષ્માના પરિવારજનો અને લોકો પણ રાહ જોઈ રહ્યા છે.

Niraj Patel