રૂવાડા ઊભા કરી દે તેવો બનાવ: માં-બાપની આત્મહત્યાનો બદલો લેવા પોતાના જેવી દેખાતી યુવતીની હત્યા કરી- એકવાર જરૂર વાંચો

માતા-પિતાની આત્મહત્યાનો બદલો લેવા પોતાના જેવી દેખાતી યુવતીની હત્યા કરી, ફિલ્મોને ટક્કર મારે એવી સત્ય ઘટના

ગ્રેટર નોએડાના દાદરીના બઢપુરા ગામની રહેવાસી પાયલ ભાટીએ ફેસબુક ફ્રેન્ડ અજય સાથે મળી હેમા ચૌધરીની બેરહેમીથી હત્યા કરી હતી અને આ મામલાનો પોલિસે પર્દાફાશ પણ કરી લીધો છે. પોતાની મોતનો સ્વાંગ રચનાર પાયલ ભાટીની ખૂની સાજિશનો નોએડા પોલિસે ખુલાસો કર્યો છે. માતા-પિતાની મોતના જવાબદારની ધરપકડ ન થવાને કારણે આર્મીમાં ભરતીનું સપનું દેખનાર પાયલે બદલો લેવાની ઠાની. પાયલે કૂબુલ હે અને અન્ય ઘણી ક્રાઇમ સીરિયલ જોઇ પોતાને કાનૂનના શિકંજાથી બચવાની જાણકારી ભેગી કરી અને સીરિયલ કિલિંગની સાજિશ રચી દીધી.

પાયલ ફેસબુક ફ્રેન્ડ અજયનો પ્યાદા તરીકે ઉપયોગ કરતી હતી. અજય સાથે મળીને હેમાની હત્યા કર્યા બાદ તેણે અજયની મદદથી તેના માતા-પિતાના મોત માટે જવાબદારોને મારવાનો પ્રયાસ કર્યો હતો. તે પોતાની સામે કોઈ પુરાવા છોડવા માંગતી ન હતી, તેથી તેણે અજયને પણ મારી નાખવાની યોજના બનાવી હતી. પાયલ ભાટી અને અજય ઠાકુરની ધરપકડ બાદ પોલીસે હેમાની ઘડિયાળ, ચાર્જર, બેગ, કપડાં, હેર ક્લિપ, પાયલ-અજયનું મેરેજ સર્ટિફિકેટ, ચાકુ અને પિસ્તોલ પણ કબજે કરી હતી.

એડિશનલ ડીસીપી સેન્ટ્રલ ઝોને શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે હેમા ચૌધરી 12 નવેમ્બરે ગુમ થઈ ગઈ હતી. 15 નવેમ્બરે હેમાની બહેને બિસરાખ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને તે બાદ તેની શોધ શરૂ કરવામાં આવી. છેલ્લી વાર હેમાએ સિકંદરાબાદના મહેપા જાગીરના રહેવાસી અજય ઠાકુર સાથે વાત કરી હતી. ગુરુવારે બિસર્ક કોતવાલી પ્રભારી અનિલ રાજપૂતની ટીમે ચાર મૂર્તિ ગોલચક્કર નજીકથી અજયની ધરપકડ કરી હતી. અજયે લગભગ બે વર્ષ પહેલા દાદરીના બધપુરામાં રહેતી પાયલ ભાટી સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી હતી. પાયલના માતા-પિતાએ 17 મે 2022ના રોજ આત્મહત્યા કરી હતી.

પાયલના ભાઈએ પિતાની સુસાઈડ નોટના આધારે તેની પત્ની સ્વાતિ, તેના ભાઈ કૌશેન્દ્ર, ગોલુ અને વચેટિયા સુનીલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પાયલે તેમના માતા-પિતાના મૃત્યુ માટે તેમને જવાબદાર માન્યા હતા, પરંતુ પોલીસ આરોપીઓને પકડી શકી ન હતી. આ કેસમાં ત્રણ આરોપીઓને આગોતરા જામીન મળ્યા હતા. પાયલે ક્રાઈમ સિરિયલ જોઈને પહેલા પોતાના મોતનું ષડયંત્ર રચ્યું અને સીરિયલ કિલિંગ કર્યું. આમાં તેણે અજયને સામેલ કર્યો અને તેને તેની કદ-કાઠીની છોકરી શોધવાનું કહ્યુ.

પાયલે અજય સાથે શરત રાખી હતી કે તે તેને સપોર્ટ કરશે તો જ તે તેની સાથે લગ્ન કરશે. તપાસમાં પોલીસને માહિતી મળી કે હેમા પહેલા પાયલે દાદરી વિસ્તારમાં અન્ય ત્રણ છોકરીઓના અપહરણનું કાવતરું ઘડ્યું હતું. છોકરીઓ તેની કદ-કાઠીની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયનું અપહરણ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પાયલ સફળ થઇ નહોતી. હાલ તો પોલીસ આ કેસમાં વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક હેમા ચૌધરી પણ પરિણીત છે. વર્ષ 2012માં તેના લગ્ન થયા હતા.

તેમને સાત વર્ષનો પુત્ર પણ છે. જો કે, લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે ઝઘડા થતા વર્ષ 2018માં હેમાના પતિએ તેને મારી મારીને અધમુઇ કરી નાખી હતી, તે બાદ હેમા મથુરા છોડીને તેની માતા અને નાની બહેન સાથે નોએડા આવી ગઇ હતી. એવી પણ માહિતી સામે આવી છે કે, પાયલે પોતાને મૃત દેખાડવા માટે બોયફ્રેન્ડ અજયની સાથે મળીને અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 50થી વધુ છોકરીઓ જોયા હતા. ત્યારબાદ છેલ્લે અજયને પોતાના એક મિત્ર થકી હેમા વિશે ખબર પડી.

Shah Jina