અનોખા લગ્ન : 100 વર્ષના દાદાના અને દાદીના લગ્નમાં છ છોકરાઓ અને 33 પૌત્ર-પૌત્રીઓ બન્યા જાનૈયા

સોશિયલ મીડિયા પર લગ્ન સાથે જોડાયેલા કોઇ પણ સમાચાર લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આમાંથી કેટલીક કહાનીઓ એવી હોય છે, જે લાંબા સમય સુધી યાદ રહે છે. આવી જ એક કહાની પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના એક ગામમાંથી સામે આવી છે, જ્યાં પૌત્ર-પૌત્રીઓએ સાથે મળીને તેમના દાદા-દાદીની શોભાયાત્રા કાઢી. જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે, ત્યારથી હેડલાઇન્સમાં છે. ગામમાં રહેતા વિશ્વનાથ સરકાર જેઓ તાજેતરમાં જ 100 વર્ષનો થયા છે. તેમની પત્ની સુરોદવાણી સરકાર પણ 90 વર્ષના છે. વિશ્વનાથ સરકારના પૌત્રોએ તેમના દાદાના 100મા જન્મદિવસને ખાસ બનાવ્યો.

વિશ્વનાથ સરકારના પરિવારમાં છ બાળકો, 23 પૌત્રો અને 10 પરપૌત્ર છે. દાદાના 100માં જન્મદિવસે પૌત્ર-પૌત્રીઓએ કંઈક સારું કરવાનું વિચાર્યું. આ પ્રસંગની ઉજવણી કરવા માટે, એક અલગ પ્રકારના ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પૌત્ર-પૌત્રીઓએ દાદાની જાન કાઢી અને ત્યારબાદ બુધવારે બંનેએ ફરીથી લગ્ન કર્યા. સમારોહના અંતે, વિશ્વનાથ તેમની કન્યા સાથે ઘોડાગાડી પર બેનિયાપુકુર ઘરે પરત ફર્યા. વિશ્વનાથ સરકાર એક ખેડૂત છે. તેમના લગ્ન 1953માં સુરોધવાણી સાથે થયા હતા.

દંપતીના બાળકો, પૌત્રો અને પૌત્રીઓ તેમજ પરપૌત્રો જેઓ નોકરી માટે અન્ય રાજ્યોમાં રહે છે તેઓ આ પ્રસંગની ઉજવણી કરવા ગામમાં પાછા ફર્યા હતા. એક પૌત્રએ કહ્યું, “લગ્ન વખતે કન્યા તેના માતાપિતાના ઘરેથી વરરાજાના પરિવારમાં આવે છે. તેથી અમે તે મુજબ આયોજન કર્યું. અમારા દાદા દાદી જિયાગંજના બેનિયાપુકર ગામમાં રહે છે. અમારું પૈતૃક ઘર પાંચેક કિમી દૂર બામુનિયા ગામમાં છે. મારી દાદીને ત્યાં બે દિવસ પહેલા લઈ જવામાં આવી હતી.” બામુનિયામાં, પૌત્રીએ તેની દાદીને કન્યાની જેમ લગ્ન માટે તૈયાર કર્યા. તેને મેક-અપમાં મદદ કરી.

પૌત્રએ બેનિયાપુકુરમાં વરને તૈયાર કર્યા. બુધવારે વિશ્વનાથને ભાઈ બામુનિયા પાસે લઈ જવાયો હતો. ઘોડાગાડીમાં વરરાજા ઘરે પહોંચતાની સાથે જ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. બધા નવા ધોતી-કુર્તા અને સાડી પહેરીને તૈયાર થયા હતા. દંપતીએ એકબીજાને હાર પહેરાવ્યા હતા અને ફૂલોને બદલે ચલણી નોટોની માળા પહેરાવવામાં આવી હતી. સરકાર દંપતીની વહુ ગીતા સરકારે કહ્યું, “મારા મગજમાં નવા લગ્નનો વિચાર આવ્યો જ્યારે મેં થોડા મહિના પહેલા સોશિયલ મીડિયા પર આવું જ કંઈક જોયું. તે પછી મેં મારા વિચારો પરિવારના અન્ય સભ્યો સાથે શેર કર્યા.

આ અનોખા લગ્નના આયોજનમાં બધાએ મને સાથ આપ્યો.” 100 વર્ષીય વરરાજા, વિશ્વનાથે કહ્યું, “મેં લગભગ 70 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. બુધવારે મેં મારા બાળકો અને પૌત્ર-પૌત્રીઓની હાજરીમાં ફરીથી લગ્ન કર્યા. મારા બાળકોએ પણ ભવ્ય રાત્રિભોજનનું આયોજન કર્યું હતું.” ગ્રામજનો માટે મિજબાની પણ હતી. તેઓ અનોખા લગ્ન જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મોટી દીકરીએ કહ્યું, “માત્ર નસીબદાર લોકોને જ તેમના માતા-પિતાના લગ્ન જોવાનો મોકો મળે છે.

Shah Jina