દાદાએ ખરીદ્યા હતા SBIના 500 રૂપિયાના શેર, 30 વર્ષ બાદ પૌત્રને મળ્યુ સર્ટિફિકેટ અને લાગી ગઇ લોટરી…750 ગણી વધી છે કિંમત

દાદા-દાદીના જૂના કાગળોમાં મળ્યું SBI નો સસ્તા ભાવે શેર, 30 વર્ષ બાદ પૌત્રને મળ્યુ સર્ટિફિકેટ અને લાગી ગઇ લોટરી, જુઓ નીચે બધી વિગત

વાત 1994ની છે, તે સમયે એક કપલે એસબીઆઈના 500 રૂપિયાના શેર ખરીદ્યા હતા, પરંતુ તેઓ પછીથી તે ભૂલી ગયા ત્યારે લગભગ ત્રીસ વર્ષ પછી એક દિવસ જ્યારે પૌત્ર તેના દાદા-દાદીના ડોક્યુમેન્ટ્સ સરખા કરી રહ્યો હતો ત્યારે તેના હાથમાં એવું કંઈક લાગ્યું જે તે માની શક્યો નહીં. ચંદીગઢના એક ડોક્ટરને તેમના દાદાના કારણે મોટો ફાયદો થયો છે. ડૉ.તન્મય મોતીવાલાના દાદાએ 1994માં 500 રૂપિયાના SBIના શેર ખરીદ્યા હતા. આ પછી તેઓ ભૂલી ગયા અને આ વિશે કોઈને કહ્યું પણ નહોતુ.

જો કે, ડો.તન્મયના દાદા તો હવે આ દુનિયામાં નથી. પરંતુ જ્યારે તન્મયને 30 વર્ષ પછી શેર સર્ટિફિકેટ મળ્યું ત્યારે તેની કિંમત 750 ગણી વધી ગઈ હતી. ડો.તન્મયે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેને પણ ખબર નહોતી કે તેના દાદાએ શેર શા માટે ખરીદ્યા હતા અને પછી વેચ્યા કેમ નહિ. મને ઘરના દસ્તાવેજો તપાસતી વખતે આ પ્રમાણપત્ર મળ્યું. આ પ્રમાણપત્ર ડીમેટમાં કન્વર્ટ કરવા માટે મોકલવામાં આવ્યું છે.

તેમની આ પોસ્ટ પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો જાણવા માંગતા હતા કે ડૉ.તન્મયને કેટલા પૈસા મળવાના છે. તેણે કહ્યું, આ રકમ લગભગ 3.75 લાખ રૂપિયા છે. આ કોઈ મોટી રકમ નથી પરંતુ 30 વર્ષમાં 750 ગણી વધી છે. આ સંદર્ભમાં તેને મોટી કહી શકાય. તેણે એમ પણ કહ્યું કે હવે ભૌતિક શેરોને ડીમેટમાં કન્વર્ટ કરવા માટે પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આમાં ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ડો.તન્મયે કહ્યું કે તેને અત્યારે રોકડની જરૂર નથી તેથી તે શેર વેચવા માંગતો નથી. એવું લાગે છે કે આ પ્રકારની બાબતને લઈને ઘણા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમને એક સલાહકારની જરૂર છે જે પ્રક્રિયાને સમજાવી શકે અને અમારા કામને સરળ બનાવી શકે. જણાવી દઈએ કે આજે ભલે આ રકમ ઓછી લાગે પણ 1994માં એક સરકારી શિક્ષકને લગભગ 500 રૂપિયાનો પગાર મળતો અને આજે સામાન્ય સરકારી શિક્ષકનો પગાર 40 હજાર રૂપિયા છે.

Shah Jina