એક એવા લગ્ન જેમાં 5-10-50 નહિ પરંતુ થયો 500 કરોડ રૂપિયાનો ખર્ચ, 17 કરોડનો તો હતો દુલ્હનનો લહેંગો… જુઓ આ વૈભવી લગ્નની તસવીરો અને વીડિયો

સપના જેવા લગ્ન થયા હકીકતમાં, આ વ્યક્તિએ લગ્ન પાછળ કરી નાખ્યો 500 કરોડ રૂપિયાનો ખર્ચ, જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે, જુઓ

Grand wedding at a cost of 500 crore rupees : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ફરીથી ધમધમી ઉઠ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વૈભવી લગ્નની ખબરો પણ સામે આવતી હોય છે. ભારતમાંથી તો આવા ઘણા લગ્નની ખબરો વિશે તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ વિદેશમાંથી પણ ઘણીવાર એવા વૈભવી લગ્નો સામે આવતા હોય છે જેના ખર્ચ વિશે સાંભળીને આપણી આંખો પણ ચાર થઇ જાય. હાલ એક એવા જ લગ્નની ખબર સામે આવી છે જેમાં 5 -10 કે 50 નહિ પરંતુ 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

500 કરોડના ખર્ચે લગ્ન :

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભારતમાં લગ્નનો ક્રેઝ સૌથી વધુ છે. લોકો તેના પર લાખો-કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ હવે પેરિસમાં થયેલા લગ્નને “સદીના સૌથી મોટા લગ્ન” પણ કહેવામાં આવી રહ્યા છે. આ શાહી લગ્નમાં લગભગ 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ટેક્સાસના 26 વર્ષીય મેડલિન બ્રોકવે અને જેકબ લેગ્રોનના લગ્ન 18 નવેમ્બરે થયા હતા. આ શાહી લગ્ન ઘણા લોકોના ભવ્ય લગ્નને પાછળ છોડી ગયા છે.

એક અઠવાડિયા સુધી ચાલી બેચલર પાર્ટી :

ફ્લોરિડામાં મર્સિડીઝ-બેન્ઝ ડીલરશીપ સાથે સંકળાયેલી કંપની બિલ નર્સરી મોટર્સના સીઈઓ રોબર્ટ “બોબ” બ્રોકવેની પુત્રી બ્રોકવે અવારનવાર સમાચારમાં રહે છે. તેના લગ્ન પણ હવે સમાચારોમાં સ્થાન બનાવી ચુક્યા છે. લગ્ન ખૂબ જ શાહી રીતે થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, લગ્નની શરૂઆત પેલેસ ગાર્નિયરમાં રિહર્સલ ડિનર સાથે થઈ હતી, ત્યારબાદ પેલેસ ઑફ વર્સેલ્સમાં રોકાણ, ચેનલના હૌટ કોચર સ્યુટમાં ખાનગી લંચ અને ઉટાહના ભવ્ય અમંગીરી રિસોર્ટમાં એક સપ્તાહ સુધી બેચલર પાર્ટી પણ ચાલી.

એફિલ ટાવર પાસે થયા લગ્ન :

જો કે લગ્નનું ચોક્કસ સ્થાન હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એફિલ ટાવર દેખાઈ રહ્યું છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્ન એફિલ ટાવર પાસે થયા છે. લગ્નનો ખર્ચ ઘણો ઊંચો હતો, એકલા અમાનગીરીમાં જ એક સપ્તાહનો ખર્ચ ઓછામાં ઓછો $3,150 (અંદાજે રૂ. 2,62,441) પ્રતિ રાત્રિનો હતો. ઉજવણીમાં થીમ રાત્રિઓનો સમાવેશ થાય છે. જેમાં “પ્રીટી ઇન પિંક”, “એલિયન્સ અમોંગ અમોંગ” અને “ગોલ્ડન અવર”નો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પર લગ્ન બન્યા ચર્ચાનો વિષય :

આખરી બેચલોરેટ ઇવેન્ટમાં, જેની થીમ “મેરી એન્ટોઇનેટની લાસ્ટ હેલોવીન” હતી, બ્રોકવેને પાઉડર વિગમાં બતાવવામાં આવ્યો હતો. આ સિવાય પેરિસમાં તે જે લક્ઝુરિયસ સ્યુટમાં રોકાયો હતો તેની કિંમત 14,235 ડોલર (અંદાજે 11,85,985 રૂપિયા) પ્રતિ રાત્રિ સુધી હોવાનું કહેવાય છે. આ લગ્ન સોશિયલ મીડિયા પર સતત ચર્ચાનો વિષય બની ગયા છે.

Niraj Patel