ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઇ રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી થઇ હતી. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એક બાદ એક મોટા નિર્ણયો લઇ રહી છે. મંત્રીઓ પણ ફાળવાયેલા મંત્રાલયોમાં સારી રીતે કામ થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં ગુજરાત રાજયમાં અનેક જગ્યાએ વરસાદને પગલે ગામડાથી માંડી શહેરમાં કેટલાક રસ્તાઓ ખરાબ થઇ ગયા છે અને આ ઉબડખાબડ રસ્તાઓને મરામત કરવાનું મહા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ટ્વીટ કરી આ અંગેની જાણકારી પણ આપી છે. ગુજરાતની સરકાર દ્વારા પહેલીવાર રોડના સમારકામ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેનું નામ માર્ગ મરામત અભિયાન રાખવામાં આવ્યુ છે. આ અભિયાન અંતર્ગત જો રસ્તામાં ખાડા હોય તો વોટ્સએપથી તેના ફોટો મોકલી શકાશે. તેમજ આ અભિયાન 1 ઓક્ટોબરથી લઇને 10 ઓક્ટોબર સુધી ચાલશે.

માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે જાહેરાત કરી છે. અને લોકો પાસે માર્ગમાં પડેલા ખાડા અંગે માહિતી મંગાવી છે. આ અભિયાન 1 ઓકટોબરથી લઈને 10 ઓકટોબર સુધી ચલાવવામાં આવશે. આ માટેની વિગતો 99784 03669 વોટ્સએપ નંબર પર ફોટો-વિગત મોકલી શકાશે.
મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે જાહેરાત કરી લોકો પાસે રસ્તામાં પડેલા ખાડા અંગે માહિતી મંગાવી છે. મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો અથવા 1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો પ્રશ્ન હોયતો http://shorturl.at/gkwzR અથવા ઈમેલ ઉપર કરવા માટે min-rnb@gujarat.gov.in પર જઈ તમારે વિગતો ઓનલાઇન ભરવાની રહેશે.
તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો પ્રશ્ન હોય તો,https://t.co/TIvQVZjpmJ અથવા
ઈમેલ ઉપર કરવા માટે
min-rnb@gujarat.gov.in@narendramodi @AmitShah @JPNadda @Bhupendrapbjp @CRPaatil pic.twitter.com/ELxno40dSR
— Purnesh Modi (@purneshmodi) September 22, 2021