દેશભરમાં ઓરોના વાયરસનો ખતરો ફેલાયેલો છે, ત્યારે આર્થિક રીતે દેશને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ યોજનો જાહેર કરવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા ઘરેલુ કામદાર, રીક્ષા ચાલક, ધોબી અને ખેત મજૂરો માટે “પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના”(PM-SYM) યોજના છે. આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા ઉપર તમને ઘડપણમાં ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ચાલો આજે જાણીએ શું છે આ સ્કીમ:

દર મહિને મળશે પેંશન:
આ સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર 60 વર્ષની ઉમર પછી વાર્ષિક 36 હજાર રૂપિયા પેંશન આપે છે. જેમાં તમે સરળતાથી તમારો ખર્ચ કાઢી શકો છો. સરકારી આંકડા પ્રમાણે દેશની અંદર 42 કરોડથી પણ વધારે કામદારો છે જેને આ સ્કીમ અંતર્ગત લાભ મળી શકે છે.
આ લોકોને મળશે ફાયદો:
આ યોજના અંતર્ગત 18થી 40 સુધી ઉંમરના લોકો માટે પ્રધાનમંત્રી શરમ યોગી માન-ધન યોજનાની શરૂઆત કરી છે. જો તમારી માસિક આવક 15 હજારથી ઓછી અને ઉંમર 40 વર્ષથી ઓછી છે તો તમે આ યોજનાનો લાભ સરળતાથી લઇ શકો છો.
असंगठित क्षेत्र के श्रमिकों को प्रधानमंत्री श्रम योगी मान धन योजना से हो रहा है लाभ । pic.twitter.com/lrGs8ECkwm
— Santosh Gangwar (@santoshgangwar) June 6, 2020
કેવી રીતે મળશે લાભ:
આ યોજના અંતર્ગત તમને 60 વર્ષની ઉમર પછી દર મહિને 3000 રૂપિયા પેંશનના રૂપમાં મળશે, તેની અંદર ફેમેલી પેંશનનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. તમારા સાથીનું અકાળે મૃત્યુ થવા ઉપર પણ આ લાભ મળી શકે છે. કોઈ પણ વ્યક્તિ પેંશન ખાતામાં જેટલું યોગદાન આપશે તેટલું જ યોગદાન સરકાર દ્વારા પણ આપવામાં આવશે.
જો કોઈ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાશે, તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. 29 વર્ષના વ્યક્તિએ રૂ.100 તેમજ 40 વર્ષના વ્યક્તિએ રૂ.200 જમા કરાવવા પડશે.

ક્યાં પુરાવાની પડશે જરૂર:
આ યોજનાનો લાભ લેવા માટે તમારે આધાર કાર્ડ, તમારા આઇએફસી સાથેનું બચત ખાતું અથવા તો જન ધન ખાતું અને યોગ્ય મોબાઈલ નંબરની જરૂર પડશે.

કેવી રીતે કરવી અરજી:
તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ને EPFO ઈન્ડિયાની વેબસાઇટ પરથી શોધી શકો છો. તેમાં નોંધણી કરાવી શકશો. ઉપરાંત LICની શાખા કચેરી, ESIC, EPFO અથવા કેન્દ્ર અને રાજ્ય સરકારની લેબર ઓફિસની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છે. કેટલાક રાજ્યોના શ્રમ વિભાગો પણ નોંધણી વધારવા માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે.
કોણ લઇ શકે છે આ યોજનાનો લાભ?:
સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ અથવા કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO), નેશનલ પેન્શન સ્કીમ (NPS) અથવા રાજ્ય કર્મચારી વીમા નિગમ (ESIC)ના સભ્યો અથવા આવકવેરા ભરતા લોકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.