ભાવનગરમાં સરકારી કોલેજમાં ભણતી દીકરીએ અધધધ લાખનું વાર્ષિક પગારની નોકરી મેળવીને બધા જ લોકોને ચોંકાવી દીધા

ભાવનગરમાં ઇશિતાને અધધધધધ લાખનું પેકેજ મળ્યું, બધા જ લોકોને ચોંકાવી દીધા

ઘણીવાર આપણને એવી એવી કહાનીઓ સાંભળવા મળતી હોય છે કે આપણને પણ ગર્વ અનુભવાય છે. જો આપણામાં આવડત અને કામ કરવાની લગન હોય તો આપણે ક્યાંય પણ પહોંચી શકીએ છીએ. હવે તો છોકરાઓ કરતા પણ છોકરીઓ લગભગ દરેક ક્ષેત્રમાં આગળ નીકળી રહી છે. તેઓ તેમનું બેસ્ટ પરફોર્મન્સ આપી અને સારી સારી નોકરીઓ મેળવી રહી છે. ત્યારે હાલમાં ભાવનગરની એક વિદ્યાર્થીનીએ તેના પરિવારની સાથે સાથે કોલેજને પણ ગર્વ અપાવે તેવું કામ કર્યુ છે અને સાબિત કર્યુ છે છોકરીઓ કોઇથી ઓછી નથી.

ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીને હૈદરાબાદની એક કંપનીએ તેના પરફોર્મન્સને આધારે 15 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજની ઓફર કરી છે. ભાવનગરની સરકારી એન્જીનિયર કોલેજના કમ્પ્યૂટર એન્જીનિયર વિભાગની વિદ્યાર્થિની ઈશિતા કેશવાણીને હૈદરાબાદની તુરવો ઇન્ડિયા પ્રાયવેટ લિમિટેડ કંપની તરફથી વાર્ષિક 15 લાખ રૂપિયાના પગારની ઓફર કરવામાં આવી છે.

ત્યારે આ કોલેજમાં ભણતી વધુ એક વિદ્યાર્થીનીને સારા પગારની ઓફર કરવામાં આવી છે. ઇશિતા કેશવાણીની વાત કરીએ તો તે કોલેજ દરમિયાન વેબ પ્રોગ્રામિંગ અને વેબ ડેવલોપમેન્ટના જુદા જુદા વેબિનારમાં સક્રિયપણે ભાગ લેતી અને કોલેજ દ્વારા સંચાલિત બિટ્સ ટૂ બાયટ્સ નામક વિદ્યાર્થી ક્લબમાં ઇનિશિએટર અને એક્સએક્યુટિવે મેમ્બર હતી. ઉલ્લેખની છે કે, ઇશિતા કેશવાણી માર્ગદર્શન પણ આપતી હતી.

ત્યારે સંસ્થાના આચાર્ય અને તમામ વિભાગના વડાએ ઇશિતા કેશવાણીની આ સિદ્ધિને બિરદાવી છે. સંસ્થાના વર્તમાન વિદ્યાર્થીઓ પણ ઇશિતા કેશવાણીની જેમ કોલેજકાળમાં પોતાના વિષયને અને જ્ઞાનમાં વધુ વૃદ્ધિ કરે એવો સંદેશ પણ પાઠવ્યો છે.

Shah Jina