ખબર

મોટી ખુશખબરી: સોનાની કિંમતમાં આજે થયા છે સૌથી મોટા બદલાવ, જાણો આજે કેટલો ભાવ છે સોનાનો ?

સોનુ ખરીદવું દરેક લોકોને પસંદ હોય છે, પરંતુ સોનાના વધતા ભાવ ક્યારેક માથાનો દુઃખાવો પણ બની જાય છે. પરંતુ જો તમે હાલમાં સોનુ ખરીદવાની ઈચ્છા રાખતા હોય તો તમારા માટે આ સારી તક છે. કારણે કે આ મહિનામાં સોનાના ભાવ ખુબ જ નીચા જતા જોવા મળી રહ્યા છે.

Image Source

સોમવારના રોજ રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાની કિંમત 122 રૂપિયા ઘટીને 44,114 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. પરંતુ આજે મંગળવારના રોજ સોનાના ભાવમાં આંશિક વધારો થયો છે. આજે મંગળવારના રોજ મુંબઈના સરાફા બજારમાં 22 કેરેટ સોનાના ભાવમાં 160 રૂપિયાનો વધારો થતા 43,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યું હતું.

Image Source

સોનુ હાલના મહિનામાં આ વર્ષના સૌથી ઓછા ભાવે છે, પરંતુ આજથી થતા સોનાના ભાવમાં વધારો જોતા ધીમે ધીમે તેના ભાવમાં હજુ પણ વધારો થઇ શકવાની આશંકા સેવવામાં આવી રહી છે.

આજની અપડેટ ( તારીખ 10 માર્ચ 2021) :
સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સોનાનો ભાવ 11 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો છે. સોનું ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 57,000ના સ્તર પર હતું, પરંતુ હાલના સમયમાં સોનું 22 ટકાના ઘટાડાની સાથે 12,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ચૂક્યું છે.

Image Source

બુધવારે એમસીએક્સમાં સોનું 0.25 ટકા ઘટીને 44744 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદીની કિંમત 0.74 ટકા ઘઠીને 67011 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.

બુધવારે અમદાવાદ ગોલ્ડ માર્કેટમાં હાજરમાં સોનાની કિંમત 44451 રૂપિયા પ્રતિ દસ ગ્રામ બોલાઈ રહી હતી. જ્યારે ગોલ્ડ ખ્યૂચર 44763 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

Image Source

સોમવારે દિલ્હીના ગોલ્ડ માર્કેટમાં કિંમત વધીને 44150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહી હીત. જ્યારે એક દિવસ પહેલા કિંમત 43860 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. ચાંદીની કિંમત 66200 રૂપિયા પ્રતિ કિલો રહી હતી.