છેલ્લા સત્રમાં આવેલ ઘટાડા બાદ ફરી ઘરેલુ બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સોનુ 48619 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યુ છે જયારે ચાંદી 70722 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યુ છે. છેલ્લા કારોબારી સત્રમાં સોનુ 2 ટકા સસ્તુ થયુ અને ચાંદીની કિંમત 2.5 ટકા પ્રતિ કિલોગ્રામ ઘટી હતી.
શુક્રવારે સોના-ચાંદીની કિમતોમાં ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં ભારે તૂટ થઇ છે. 4 જૂને સોનુ 435 સસ્તુ થયુ છે ત્યાં ચાંદીની કિંમત પણ 932 રૂપિયા ઓછી થઇ છે. ઇંડિયા બુલિયન એન્ડ જ્વેલરી એસોશિએશન દ્વારા જારી કરવામાં આવેલ કિંમત અનુસાર શુક્રવારે સવારે 24 કેરેટ સોનાની કિંમત 48567 રૂપિયા ત્યાં 999 શુદ્ધતા વાળી એક કિલો ચાંદીની કિંમત 70308 રૂપિયા છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજર સોનુ મજબૂત ડોલરના કારણે બે સપ્તાહના નીચલા સ્તર પર પહોંચી ગયુ છે. સોનુ 0.4 ટકા ઘટી 1862.68 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યુ. છેલ્લા કારોબારી સત્ર આ 2 ટકા ઘટ્યુ હતુ. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.5 ટકા ઘટીને 27.31 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ હતી અને પ્લેટિનમ 0.7 ટકા ઘટી 1148.50 ડોલર પર રહ્યુ. ડોલર ઇંડેક્સ ત્રણ સપ્તાહના ઉચ્ચ સ્તર પર 90.543 પર પહોંચી ગયો.