આ છે સોનાની નદી, જ્યાં સવાર સવારમાં વહેવા લાગે છે સોનુ, લોકો લેવા માટે કરે છે પડાપડી, બેગ ભરી ભરીને લઇ જાય છે સાથે

પૈસાના ઝાડ વિશેની ઘણી કાલ્પનિક વાતો આપણે સાંભળતા આવ્યા છીએ, ઘણા લોકો મઝાક મઝાકમાં પણ કહેતા હોય છે કે અમારે પૈસાનું ઝાડ નથી. પરંતુ શું તમે ક્યારેય સોનાની નદી વિશે સાંભળ્યું છે ? જ્યાં સાચું સોનુ વહે છે અને તેને લેવા માટે લોકો પોતાનો કામ ધંધો છોડીને સવારથી જ સોનુ વીણવા માટે લાગી જાય છે.

તમનમે જાણીને પહેલા તો નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે. આ નદી આવેલી છે થાઈલેન્ડમાં. જ્યાં લોકો રોજ સવાર થતા જ બેગ લઈને નદી માંથી સોનુ કાઢવા માટે ચાલ્યા જાય છે અને પછી એ સોનાને વેચીને પોતાનો જીવન નિર્વાહ કરે છે.

એક અંગ્રેજી મીડિયા રિપોર્ટ પ્રમાણે આ નદી મલેશિયા સાથે જોડાયેલા વિસ્તારમાંથી વહે છે. જેને ગોલ્ડ માઉન્ટેન કહેવામાં આવે છે. અહીંયા છેલ્લા ઘણા સમયથી સોનાની તસ્કરી કરવામાં આવી રહી છે.

જો કે કોરોના વાયરસ સંક્રમણના કારણે લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઈ અને તેના કારણે આ જગ્યા તેમના માટે કમાણીનું એક મહત્વનું સાધન બની ગઈ. લોકો હવ કીચડને ગાળીને તેમાંથી સોનુ કાઢે છે.

અહીંયા એટલું સોનુ નથી નીકળતું કે લોકોને આરામથી મળી જાય જેના બાદ તેમને કોઈ બીજું કામ ના કરવું પડે. પરંતુ અહીંયા ખુબ જ મહેનત કર્યા બાદ થોડા ગ્રામ સોનુ મળે છે. રિપોર્ટ અનુસાર 15 મિનિટ સુધી કામ કર્યા બાદ તેમને એટલું સોનુ જરૂર મળી જાય છે કે જેનાથી તેમનો એક દિવસ પસાર થઇ શકે.

રિપોર્ટની અંદર એક મહિલાની કહાની જણાવવામાં આવી હતી જે પ્રમાણે તેને 15 મિનિટ મહેત કર્યા બાદ 244 રૂપિયાનું સોનુ કાઢ્યું હતું. અને તે મહિલા પણ તેના આ કામથી ખુબ જ ખુશ પણ હતી.

Niraj Patel